Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હૃતિક આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરશે

મુંબઈ, બોલિવૂડ એક્ટર હૃતિક રોશનનો ૧૦ જાન્યુઆરીના રોજ ૪૯મો જન્મદિવસ હતો. એક્ટરને ચારેય તરફથી જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હૃતિક રોશન ટૂંક સમયમાં ફિલ્મ ‘ફાઇટર’નું શૂટિંગ કરશે. સૂત્રોના મતે હૃતિક રોશન આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરી શકે છે.

હૃતિક પોતાની પર્સનલ લાઈફમાં ઘણો આગળ વધી ગયો છે અને સબાની સાથે લગ્ન કરવાની ચર્ચા છે. રિપોર્ટ્‌સના અનુસાર, લગ્નના પ્લાનિંગ અંગે મિત્રે કહ્યું હતું કે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ કોઈ ઉતાવળ નથી. આ વર્ષના અંત સુધીમાં બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.

અત્યારે હૃતિક તથા સબા બંને પ્રોફેશનલી કમિટેડ છે. બંનેએ વિચાર્યું છે કે લગ્ન બાદ બંને સાથે વધુ સમય એકબીજા સાથે રહે. વર્ક કમિટમેન્ટ્‌સ પૂરા કર્યા બાદ બંને લગ્ન કરશે અને પછી લાંબા વેકેશન પર જશે. હૃતિક પ્રેમિકા સબા કરતાં ૧૬ વર્ષ મોટો છે.

હૃતિક રોશન તથા સબા આઝાદ બંને લગ્ન અંગે ઘણાં જ એક્સાઇટેડ છે. બંને અવારનવાર પાર્ટી તથા ડિનર ડેટ્‌સ એન્જાેય કરતા જાેવા મળે છે.

ચાહકોને પણ આ બંનેની જાેડી ઘણી જ ગમે છે. હૃતિક તથા સબાના કોમન ફ્રેન્ડ્‌સે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંને હાલમાં ઘણાં જ ખુશ છે અને લાઇફને એન્જાેય કરી રહ્યા છે. બંનેના પરિવારને આ સંબંધ મંજૂર છે.

હૃતિકના બંને બાળકોને પિતાના આ સંબંધો સ્વીકાર્ય છે. હૃતિક બંને દીકરાઓ તથા સબા સાથે વેકેશન પર પણ ગયો છે. હૃતિક રોશન તથા સબા આઝાદ બંને લગ્ન અંગે ઘણાં જ એક્સાઇટેડ છે. બંને અવારનવાર પાર્ટી તથા ડિનર ડેટ્‌સ એન્જાેય કરતા જાેવા મળે છે.

ચાહકોને પણ આ બંનેની જાેડી ઘણી જ ગમે છે. હૃતિક તથા સબાના કોમન ફ્રેન્ડ્‌સે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંને હાલમાં ઘણાં જ ખુશ છે અને લાઇફને એન્જાેય કરી રહ્યા છે. બંનેના પરિવારને આ સંબંધ મંજૂર છે. હૃતિકના બંને બાળકોને પિતાના આ સંબંધો સ્વીકાર્ય છે. હૃતિક બંને દીકરાઓ તથા સબા સાથે વેકેશન પર પણ ગયો છે. હૃતિકે વર્ષ ૨૦૦૦માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા.

આ જ વર્ષે હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ૨૦૦૬માં હૃતિક દીકરા રેહાન તથા ૨૦૦૮માં રેધાનના પેરેન્ટ્‌સ બન્યાં હતાં. જાેકે ૩૧ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે.

રિપોર્ટ્‌સના અનુસાર, હૃતિક પોતાના બીજા લગ્ન ધામધૂમથી કરશે નહીં. તે એકદમ સાદગીથી લગ્ન કરશે. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો ને નિકટના મિત્રો જ હાજર હશે. ડિવોર્સ બાદ પણ સુઝાન સાથે હૃતિકના સારા સંબંધો છે એટલે સુઝાન પોતાના પ્રેમી અર્સલાન ગોની સાથે હાજર રહેશે.

આ લગ્નમાં હૃતિકની પહેલી પત્ની સુઝેન હાજરી આપી શકે છે. હૃતિક અને સુઝેન અલગ થઈ ગયા હોવા છતાં, સુઝેન હજી પણ હૃતિકના પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ ૨૦૨૩ હૃતિક માટે કામની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers