Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

4.5 ટનની કેપેસીટી સાથે 150 કિમી સુધીની રેન્જ ધરાવતી મીની ટ્રક ઓટો એકસ્પોમાં લોન્ચ

SWITCH MOBILITY UNVEILS ALL-NEW IeV SERIES AT AUTO EXPO 2023

સ્વિચ મોબિલિટીએ ઓટો એક્સ્પો 2023માં સંપૂર્ણ નવી સિરિઝ IeV લોંચ કરી-સ્વિચનો ઇન્ટેલિજન્ટ, ઇલેક્ટ્રિક વ્હિકલ સેગમેન્ટમાં પ્રવેશ, જે લાસ્ટ માઇલ અને મિડ માઇલ મોબિલિટી એપ્લિકેશન્સ માટે ઉપયોગી

ગ્રેટર નોઇડા, હિન્દુજા ગ્રૂપની કંપની અને નેકસ્ટ જનરેશન કાર્બન ન્યુટ્રલ ઇલેક્ટ્રિક બસ અને લાઇટ કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક  સ્વિચ મોબિલિટી લિમિટેડ (‘SWITCH’) એ આજે ઓટો એક્સ્પો 2023 ખાતે સંપૂર્ણ નવી IeV સિરિઝ રજૂ કરી હતી. આ ઇન્ટેલિજન્ટ, ઇલેક્ટ્રિક વ્હિકલ્સ દ્વારા સ્વિચ ભારતમાં લાસ્ટ માઇલ અને મિડ માઇલ મોબિલિટીની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરી શકશે.

સ્વિચ મોબિલિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન ધીરજ હિન્દુજાએ (Dheeraj Hinduja, Executive Chairman – SWITCH Mobility,) જણાવ્યું હતું કે, “સ્વિચની રચના બાદ કંપનીએ નોંધપાત્ર વૃધ્ધિ કરી છે અને અત્યંત સ્પર્ધાત્મક બજારમાં આટલા ટૂંકા સમયગાળામાં અમે કરેલી પ્રગતિ અને પોઝિટિવ રિસ્પોન્સથી હું આનંદિત છું. સ્વિચની અવરિત વૃધ્ધિ ચાલુ છે ત્યારે અમે ઇનોવેટિવ અને ઇન્ટેલિજન્ટ ઓફર દ્વારા ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હિકલ [CV] બજારને ધબકતું રાખી શકીશું,

Mahesh Babu – CEO, SWITCH Mobility Ltd. with SWITCH IeV series

અને કંપનીનાં વૈશ્વિક વ્યૂહને અનુરુપ નવા વિસ્તારોમાં વિસ્તરણ કરીશું. અમે એ ઉદ્યોગનો હિસ્સો બનવા બદલ ગર્વ અનુભવીએ છીએ, જે કાર્બન ફુટપ્રિન્ટ્સ ઘટાડવા વિવિધ વિસ્તારોમાં સમુદાયોને મદદ કરવા પ્રતિબધ્ધ છે. અમે ઓટો એક્સ્પો 2023 ખાતે પ્રદર્શિત અમારી પ્રોડક્ટ્સ દ્વારા આગામી વર્ષોમાં મજબૂત ગતિ માટે આશાવાદી છીએ.”

સ્વિચ મોબિલિટી લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મહેશ બાબુએ જણાવ્યું હતું કે, લાસ્ટ માઇલ અને મિડ માઇલ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં સસ્ટેનેબલ મોબિલિટી સોલ્યુશન્સ માટેની માંગમાં વધારો થયો છે.

ઇલેક્ટ્રિક વ્હિકલ ઉદ્યોગમાં બ્રાન્ડ સ્થાપવામાં, વૈશ્વિક સ્તરે અતુલનીય પ્રોડક્ટ્સ રજૂ કરવા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સ્વિચ સફળ રહી છે. ભારતમાં લાસ્ટ માઇલ અને મિડ માઇલ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાતોનું પરિવર્તન કરવા ઓટો એક્સ્પો 2023 ખાતે સંપૂર્ણ નવી સ્વિચ IeV સિરિઝના લોંચ સાથે અમે નવા પ્રકરણ તરફ જઈ રહ્યા છીએ ત્યારે અમારા માટે આજે મહત્વનું સીમાચિહ્ન છે.

આ IeV સિરિઝ 1.2 T – 4.5 T સુધીનાં વ્યાપક પેલોડને લક્ષ્ય બનાવે છે, જે ગ્રાહકોને મૂલ્ય સામે વળતર આપે છે. અમે અમારા ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરવા માટે સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ, સર્વિસિસ અને સોલ્યશન્સનાં ડાઇનેમિક પોર્ટફોલિયો પર કામ કરવાનું ચાલુ રાખીશું.”

ઇન્ટેલિજન્ટ, ઇલેક્ટ્રિક કનેક્ટેડ વ્હિકલ સાબિત થયેલું અને મજબૂત મોડ્યુલર પ્લેટફોર્મ પર બનેલું છે, જે અસાધારણ કામગીરી અને કાર્યક્ષમતા પૂરી પાડે છે અને પ્રોપ્રાઇટરી ટેકનોલોજી સોલ્યુશન્સ ‘SWITCH iON’થી સજ્જ છે, જેથી રિમોટ, રિયલ-ટાઇમ ડાયગ્નોસ્ટિક અને મોનિટરીંગ કરી શકાય.

સ્વિચ IeV સિરિઝ સાનુકુલ ટોટલ કોસ્ટ ઓપરેશન ધરાવે છે, જેમાં બેસ્ટ-ઇન-ક્લાસ પેલોડ ટુ GVW રેશન, 150 કિલોમીટર સુધીની સૌથી લાંબી રેન્જ કવરેજ, ફાસ્ટેસ્ટ ટર્નએરાઉન્ડ ટાઇમ, બેસ્ટ ઇન ક્લાસ કાર્ગો સ્પેસ અને અપવાદરૂપ વિશ્વસનિયતા જેવાં ફીચર્સ છે.

બજારમાં અગ્રેસર એવી આ પ્રોડક્ટ સિરિઝ અને ટેકનોલોજી દ્વારા સ્વિચ પરિવહનને સરળ, સ્વચ્છ, સાનુકુળ અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સ્વચ્છ અને હરિયાળી મોબિલિટીને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers