મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે વડાપ્રધાનની સૌજન્ય મુલાકાત લીધી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રીપદનું સેવાદાયિત્વ બીજીવાર સંભાળ્યા પછી બુધવાર, 21મી ડિસેમ્બરના રોજ દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ દરમ્યાન નવી દિલ્હીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા સૌજ્ન્ય મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નવી દિલ્હીના પ્રવાસ દરમ્યાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહને મળ્યા હતા, જેમણે મુખ્યમંત્રીને સતત બીજી ટર્મ માટે મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી હતી.