Western Times News

Gujarati News

CoinDCXએ પોલીચેઇન કેપિટલ અને કોઇનબેઝ વેન્ચર્સ પાસેથી 2.5 ડોલરનું સ્ટ્રેટેજિક રોકાણ મેળવવાની જાહેરાત કરી

મુંબઈ, ભારતનાં  સૌથી મોટા અને સૌથી સલામત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ  CoinDCXએ જાહેરાત કરી છે કે, એને સાન ફ્રાન્સિસ્કોની ક્રિપ્ટોકરન્સીમાં અગ્રણી કોઇનબેઝની ઇન્વેસ્ટમેન્ટ કંપની કોઇનબેઝ વેન્ચર્સ પાસેથી પોલીચેઇન કેપિટલની આગેવાનીમાં 2.5 મિલિયનનું સ્ટ્રેટેજિક રોકાણ મળ્યું છે. આ રોકાણ CoinDCXના ક્રિપ્ટો સ્વીકાર્યતાનું નેતૃત્વ લેવાના પ્રયાસોને મજબૂત કરશે, જેમાં #TryCrypto અભિયાન સામેલ છે, જે ભારતની સૌથી મોટી ક્રિપ્ટો સ્વીકાર્યતાની પહેલો પૈકીની એક છે, જેનો ઉદ્દેશ ભારતમાં કુલ ક્રિપ્ટો યુઝર્સની સંખ્યા 50 મિલિયન કરવાનો છે.

જ્યારે ભારતમાં ક્રિપ્ટોકરન્સી માટે અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે અને ટ્રેડિંગમાં રેકોર્ડ વોલ્યુમ મળી રહ્યું છે, ત્યારે પોલીચેઇન કેપિટલ અને કોઇનબેઝ વેન્ચર્સ પાસેથી પ્રાપ્ત સ્ટ્રેટેજિક રોકાણની જાહેરાત થઈ છે, ખાસ કરીને કોવિડ-19 રોગચાળાને કારણે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા હોવા છતાં. આ રોકાણ CoinDCXના ભારતમાં ક્રિપ્ટો માટે વધતી માગને ટેકો આપવા યુઝર-કેન્દ્રિત અને સુરક્ષિત એક્સચેન્જ ઊભું કરવાના પ્રયાસોને વેગ આપશે, તેમજ CoinDCXના રૂ. 100 મિલિયન (1.3 મિલિયન ડોલર)ની #TryCrypto initiativeને સપોર્ટ કરશે, જેનો આશય આ વિષય પર જાણકારી આપવાની પહેલો, મીટઅપ કાર્યક્રમો, સામુદાયિક જોડાણો અને ઉપભોક્તા અભિયાનો હાથ ધરવાનો છે. આ પહેલના ભાગરૂપે એકેડેમી શરૂ કરવામાં આવશે, જેમાં પૂર્ણ કક્ષાના બ્લોકચેઇન અને ક્રિપ્ટોકરન્સી લર્નિંગ પ્રોગ્રામનો ઉદ્દેશ પહેલી વાર અને ક્રિપ્ટોકરન્સીનાં નવા ટ્રેડર્સને જાણકારી આપવાનો છે.

આ રોકાણ વિશે CoinDCXનાં સીઇઓ અને સહ-સ્થાપક સુમિત ગુપ્તાએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાં મહિનાઓમાં જોવા મળ્યું છે કે, ભારતમાં ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગને છેવટે આંતરરાષ્ટ્રીય કોર્પોરેશન અને રોકાણકારો પાસેથી માન્યતા મળી છે. પોલીચેઇન કેપિટલ સાથે અમારો સંબંધ સતત મજબૂત થયો છે, જે પોલીચેઇન ટીમ સાથે અમારી શ્રેષ્ઠ પાર્ટનરશિપનું પ્રતિબિંબ છે. અમે રોકાણકારો તરીકે કોઇનબેઝ વેન્ચર્સને સામેલ કરીનો રોમાંચિત પણ છીએ, કોઇનબેઝનું વિઝન અને આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સીની સ્વીકાર્યતા માટે સફળ પ્રયાસો પ્રશંસનીય છે અને ડેફિ ફ્યુચર માટે CoinDCXના સ્વપ્નનું પ્રતિબિંબ છે. CoinDCXમાં આ નવું સ્ટ્રેટેજિક રોકાણ મોટા પાયે વણખેડાયેલા ભારતીય બજારમાં ક્રિપ્ટો એસેટ ક્લાસ લાવવા અમારી યોજનામાં વિશ્વાસ પ્રદર્શિત કરે છે. અમે અમારા યુઝર્સ માટે સૌથી વધુ વિશ્વસનિય અને સલામત એક્સચેન્જ ઊભું કરવામાં અમારા રોકાણકારોનો સતત વિશ્વાસ સંપાદિત કરવા આતુર છીએ.

પોલીચેઇન કેપિટલે તાજેતરમાં CoinDCXની 3 મિલિયનની સીરિઝ A રાઉન્ડની આગેવાની લીધી હતી, જેમાં  બેઇન કેપિટલ વેન્ચર્સ અને બિટમેક્સના ઓપરેટર HDR ગ્રૂપ પણ સામેલ હતા. કોઇનબેઝે એપ્રિલ, 2019માં ભારતીય ગ્રાહકોને સર્વિસ આપવાની શરૂઆત કર્યા પછી કોઇનબેઝ વેન્ચર્સે CoinDCXમાં રોકાણ કર્યું છે, જે ભારતીય બ્લોકચેઇન કંપનીમાં કોઇનબેઝનું પ્રથમ રોકાણ પણ હતું. કોઇનબેઝ વેન્ચર્સ દ્વારા કોઇનબેઝે કમ્પાઉન્ડ, બ્લોકફાઇ, ઇથરસ્કેન, સીક્યોરિટાઇઝ અને મેસ્સરી જેવા મુખ્ય ક્રિપ્ટોકરન્સી વ્યવસાયોમાં પણ રોકાણ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.