Western Times News

Gujarati News

હળવદની વર્ષો જુની ફાયર ફાયટરની માંગ પુરી થઈ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, ખેતી,પશુપાલન અને ઉઘોગો પર નિર્ભર એવા હળવદ પંથક એ છેલ્લા દોઢ દાયકાથી ઔધોગીક ક્ષેત્રે પણ નોંધપાત્ર હરણફાળ ભરી છે. જી.આઈ.ડી.સી,માર્કેટીંગ યાર્ડ સહીત હળવદથી દેવળીયા હાઈવે સુધી તેમજ હળવદના પાંચ કી.મીની ગોળાઈમા અસંખ્ય કારખાનાઓ આવેલ છે.જયારે,હળવદ તાલુકાના આશરે ૭૨ જેટલા ગામોનુ હટાણુ ધરાવતી હળવદની બજાર પણ વિશાળ છે,સાથોસાથ હોસ્ટેલ સુવિધાઓ સાથે ગણના પાત્ર શૈક્ષણીક સંસ્થાઓ સારી એવી સંખ્યામા છે.ત્યારે,સમયાંતરે ધણી વાર નાના-મોટા આગ લાગવાના બનાવો બનતા રેહતા હોય છે,એવા સમય એ સ્થાનીક પાણીના બંબા ધ્રાંગધ્રા,સુરેન્દ્રનગર,મોરબી,રાજકોટના ફાયર ફાઈટરોની મદદ લેવી પડતી હોય છે,જે પહોચે તે પેહલા આગ બેકાબુ બની સારૂ એવુ નુકશાન થતુ જતુ હોય છે. જયારે,આજરોજ હળવદની વર્ષો જુની ફાયર ફાયટરની માંગ સંતોષાતા,આશરે ત્રણેક માસ પહેલા રાજયના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા ફલેગ આપી રાજયની નગર પાલીકાઓને અર્પણ કરાયેલ ફાયર ફાયટર માંહેનુ હળવદ પાલીકાનુ મીની ફાયર ફાયટર આજે આવી પહોચતા, કર્મચારીઓ-શાસકો દ્રારા પુજન-અર્ચન કરી,પેંડાથી એકબીજાના મ્હોં મીઠા કરાવી ખુશાલી વ્યકત કરી હતી તેમજ હળવદના ધ્રાંગધા દરવાજા સહીતની મુખ્ય બજારમા મીની ફાયર ફાયટર દ્રારા પાણીનો છંટકાવ કરી ડેમો કરવામા આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.