૯ શહેરોમાં તાપમાન ૧૦ ડિગ્રી કરતા ઓછું નોંધાયું
(એજન્સી)અમદાવાદ, ગુજરાતના મોટા શહેરોમાં સવારે અને સાંજે ઠંડા પવન ફુંકાવાની શરુઆત થઈ ગઈ છે. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક શહેરોમાં પણ પારો ગગડી જશે અને તાપમાન નીચું જશે. રાજ્યમાં તાપમાન નીચે જતા જ ઠંડીનું જાેર વધી જશે.
ગુજરાતમાં ઠંડી વધતાની સાથે જનજીવન પર તેની અસર પડી રહી છે. આ સાથે જ કચ્છમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરાઈ છે. કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ૯ શહેરોમાં તાપમાન ૧૦ ડિગ્રી કરતા પણ ઓછું નોંધાયું છે.
નલિયા ૪.૪ ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે. ગુજરાતની સાથે રાજસ્થાનના આબુમાં પણ ઠંડી વધી ગઈ છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની શક્યતાઓ છે.
ગુજરાત રાજ્યમાં ઠંડીનો બીજાે રાઉન્ડ શરુ થઈ ગયો છે. ગઈકાલ સાંજથી જ ઠંડો પવન ફૂંકાવાનું શરુ થઈ ગયુ છે. રાજ્યના ૯ શહેરનું તાપમાન ૧૦ ડિગ્રી કરતા પણ ઓછું નોંધાયુ હતું. હવામાન વિભાગે ફરી મોટી આગાહી કરી હતી કે રાજ્યમાં હજુ ઠંડીનું જાેર વધશે.
આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં હજુ ઠંડીનું જાેર વધશે. ગુજરાતની ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ૧૦ ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૧૦ ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં ૮ ડિગ્રી તાપમાન સાથે ઠંડીમાં વધારો થતા લોકો ઠુંઠવાયા હતા.
આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં હજુ ૧૯ જાન્યુંઆરી સુધી લોકોને ઠંડીના પ્રકોપનો સામનો કરવાનો રહેશે. વધતી ઠંડીના કારણે ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.