કોમેડી કિંગ કપિલ શર્માની ડિજિટલ ડેબ્યૂ કરવાની ચર્ચા
મુંબઈ: કપિલ શર્મા ટીવીની દુનિયાનો તે સેલિબ્રિટીઝ છે જેનાં નામથી શો ચાલે છે તેને કોઇ ઓળખની જરૂર નથી. તેની સૂઝબૂઝ અને પરફેક્ટ કોમિક ટાઇમિંગથી ટીવીની દુનિયામાં તેણે ખાસ નામ જણાવી દીધુ છે. Comedy King Kapil sharma to debue on digital platform.
ફિલ્મોની વાત કરીએ તો તેણે કીસ કીસ કો પ્યાર કરુ જેવી કોમેડી ફિલ્મ તો ફિરંગી જેવી ફિલ્મ પણ આપી છે. ટીવી શોમાં એક સફળ પડાવ બાદ હવે કપીલ શર્મા ડિજિટલ ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. ખબર છે કે, તે જલદી જ એક વેબ સીરીઝની સાથે ઓટીટી પ્લેટફર્મ પર તેની શરૂઆત કરવાનો છે.
જે માટે તે તગડીફી વસુલ કરી રહ્યો છે. કપિલ શર્મા શોની દર અઠવાડિયાની ટીઆરપી જ જણાવે છે કે, લોકો આ શો કેટલો પસંદ કરે છે. કપિલનાં ડિજિટલ ડેબ્યૂ અંગે શોની સપના એટલે કે કૃષ્ણા અભિષેકેએ ખુલાસો કર્યો છે કે, હાલમાં જ એક એપિસોડમાં જ્યારે શત્રુઘ્ન સિન્હા કપિલ શર્માનાં શોમા તેમનાં દીકરા લવની સાથે આવ્યા હતાં.
ત્યારે કૃષ્ણા અભિષેકે વાતો વાતોમાં જણાવ્યું કે, કપિલ શર્માએ ઓટીટી પ્લેટફર્મ પર તેની શરૂઆત માટે ૨૦,૦૦,૦૦,૦૦૦ એટલે કે ૨૦ કરોડ રૂપિયાની ભારે રકમ ચાર્જ કરી છે. જોકે, કૃષ્ણાએ કપિલની આ ફીનો ખુબ મજાક ઉડાવ્યો હતો. ફેન્સ અને મનોરંજનની દુનિયામાં કપિલની ભારે લોકપ્રિયતા છે તેથી તે વાતમાં કોઇ બેમત નહીં કે કપિલે ડિજિટલ પ્રોજેક્ટ માટે આટલી મોટી રકમ ચાર્જ નહીં કરી હોય.