ગોધરા ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
(પ્રતિનિધિ)ગોધરા, પ્રાદેશિક વાહન કચેરી અને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ના સંયુક્ત ઉપક્રમે આજરોજ માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવે છે. આ પ્રસંગે ગોધરા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડાએ વાહન હંકારતી વેળાએ સૌને ટ્રાફિક નિયમનનું અવશ્ય પાલન કરવા જણાવ્યું હતું.
પ્રતિ વર્ષ જાન્યુઆરી માસના પ્રારંભે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સુરક્ષા સલામતી સત્તાની ઉજવણી કરવામાં આવતી હોય છે. જે મુજબ આ વર્ષે પણ આજે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા અને આરટીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો શુભારંભ કરાવતા જિલ્લા પોલીસ વડાએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં તમામ વાહન ચાલકોને પોતાની અમૂલ્ય જિંદગી ને બચાવવા માટે ટ્રાફિક નિયમનનું પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો સાથે જ અન્ય વાહન ચાલકોને પણ ટ્રાફિક નિયમન પાલન કરાવવા માટે પ્રેરણાદાયી બનવા માટે અપીલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન સપ્તાહ સુધી લોકજાગૃતિના ભાગરૂપે અને કાર્યક્રમ યોજાવાના છે જે અંતર્ગત પ્રથમ દિવસે એક વાહન રેલી ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને પ્લે કાર્ડ બેનર સાથેની મહાન રેલી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી.
રેલીમાં આરટીઓ કચેરી અને ટ્રાફિક શાખાના કર્મચારીઓ વાહનો સાથે જાેડાયા હતા. આગામી દિવસોમાં શાળા કોલેજાે અને જાહેર સ્થળો ખાતે આરટીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને લગતા કાર્યક્રમો યોજી વાહનચાલકોને સમજ પૂરી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.