Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિરપુરના લીમ્બંચ સોસાયટી સામે કચરાના ઢગથી સ્થાનીકોને હાલાકી

(પ્રતિનિધિ)વિરપુર, વિરપુર ગ્રામ પંચાયત દ્વારા જનતા સિનેમા પાસે લીમ્બંચ મંદિર આગળ ઘન કચરાના દુર્ગંધ મારતા ઢગ ખડકી દેવાતા સોસાયટીના રહીશોનું આરોગ્ય જાેખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સ્થાનિકોએ વારંવાર ગંદકી દૂર કરવા માટે ગ્રામ પંચાયતને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળતુ નથી, લીમ્બચ મંદિરના પટાગણમોં વાળંદ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો તેમજ લગ્ન પ્રસંગો અવારનવાર યોજાતા હોય જેની સામે વિરપુર ગ્રામ પંચાયત દ્વારા આખા વિરપુર નગરનો કચરો નંખાય છે જેના કારણે સ્થાનિકોનુ આરોગ્ય જાેખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે તેમજ નદીનું પાણી તેમજ વોટર વોક્સના કુંવાનું પાણી આખા વિરપુરમોં પીવા માટે વપરાય છે ત્યારે કૂવાની આજુબાજુ ગંદકીના ઢગ ખડકાયા છે જ્યાં જુવો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, સ્થાનિકોનો ફક્ત એકજ અવાજ ગંદકી દૂર કરો, નયતો અમને ગંદકીમોથી સલામત કરો,નહીંતર અમો ગોંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરતા જરા પણ ખચકાઈશુ નહિ તેવી ઉગ્ર ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી રહ્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers