Western Times News

Gujarati News

મોરવા (હ)તાલુકાના કરસનપુર ગામના પંકજ કુમારે હાર્ડવડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ના કસનપુર ના નાનકડા ગામના વ્યક્તિ પટેલ પંકજકુમાર રણજીતસિંહ તેઓ પોતાની સંસ્થા પંકજ પંચમહાલ ગાર્ડન સર્વિસ ગોધરા માં ચલાવે છે તેઓને બ્રિટિશ પાર્લામેન્ટ લંડન માં ગવર્મેન્ટ અને વિશ્વપ્રસિદ્ધ સંસ્થા યુકે દ્વારા પોતાના વિષય લેન્ડસ્કેપ આર્કિટેક્ચર ગાર્ડનોલોજી માં પ્રશંસનીય કામગીરી કરતા ભારતીય માટે ગૌરવની વાત છે હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે તેમજ તેમાં સ્થાન મેળવ્યું છે નોંધનીય બાબત એ છે કે બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માનિત થવાની સિદ્ધિ મેળવનાર વ્યક્તિ ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેમને An Iso ૯૦૦૧ઃ૨૦૧૫ સર્ટિફાઇડ કંપની વોશિંગ્ટન ડીસી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા થી સિદ્ધિ મેળવેલ છે તેમની સંસ્થાનું નામ પંકજ પંચમહાલ ગાર્ડન સર્વિસ જે પંચમહાલ જિલ્લાના ગોધરા સીટી તેમજ બરોડા દાહોદ લુણાવાડા અન્ય સીટીમાં કામ કરે છે તેઓએ બહુ મોટું નામ કમાયું છે તેઓ ઘણા સમયથી બગીચાના કામ કરે છે બગીચાની સ્કીલને આધારે વિશ્વ તેમજ દેશમાં ખૂબ પ્રચલિત થયા છે તેમનું કહેવું છે અમે આવનાર સમયમાં ગિનિસ બુકમાં પણ રેકોર્ડ બનાવીશું તેવો પ્રયત્ન ચોક્કસ કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.