MSMEને 45 દિવસમાં પેમેન્ટના નિયમમાં સુધારા કરવાની હૈયાધારણ
સી.આર.પાટીલ સાથે મસ્કતી મહાજનના પ્રતિનિધી નાણામંત્રીને મળ્યા
(એજન્સી)અમદાવાદ, એમએસએમઈના વેપારીને ૪પ દિવસમાં બીલની ચુકવણી કરવામાં નહી આવે તો આવકવેરામાં તેની આવક ગણીને તેના પર ટેક્ષ લગાવી દેવાશે. આ નિયમના કારણે વેપારીઓની મુશ્કેલી વધી હતી. મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત સેક્રેટરીના નરેશ શર્મા સહીત વિવિધ એસોસીએશનના પ્રમુખ દિલ્હીમાં નાણામંત્રીને રજુઆત કરવા ગયા હતા.
શુક્રવારે સી.આર પાટીલની અધ્યક્ષતામાં નાણામંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત અને સેક્રેટરી નરેશ શર્માનએ વેપારીઓની વેદનાને લઈને રજુઆત કરી હતી. વાતની ગંભીરતા જોઈને નાણામંત્રી સીતારમણે આ અંગે જલદી યોગ્ય કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું.
મસ્કતી કાપડ મહાજનના પ્રતીનીધીઓ સાથે સુરતના ફોસ્ટાનું પ્રતીનીધીમંડળ પણ જોડાયું હુતં. મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે રજુઆત કરતા જણાવ્યું કે, નવા નિયમ માટે અમદાવાદના કાપડના વેપારીઓ તૈયાર નથી. નવા નિયમોમાં કેટલાક સુધારાની જરૂર હોવાથી અમલ ૧ વર્ષ સ્થગીત કરવો જોઈએ.