ખડગે, સોનિયા, રાહુલની હાજરી પર કોંગ્રેસે ર્નિણય નથી લીધો
અયોધ્યા, અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ૨૨ જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.
સાથે ત્રણ હજાર વીવીઆઈપીને આમંત્રણ મોકવામાં આવ્યું છે. ત્યારે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જાેડાવવા પર હજુ કોઈ ર્નિણય લીધો નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પરંતુ આ કાર્યક્રમમાં હાજરી આપવા ર્નિણય લેવામાં આવશે અને યોગ્ય સમયે જાણ પણ કરવામાં આવશે.
રામ મંદિર જન્મભૂમિ સાથે સંકળાયેલા ટ્રસ્ટે તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ મોકલ્યું હતું.
ત્યારે બાદ એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે અયોધ્યા જવાના પ્રશ્ન પર ટ્રસ્ટના આમંત્રણ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, તે ૨૨ જાન્યુઆરીએ ખબર પડી જશે. SS2SS