દેશની પ્રથમ મહિલા કમાન્ડો ટ્રેનર ડો. સીમા રાવ શક્તિનું પ્રતીક
સીમા રાવે અઢી દાયકામાં ભારતીય સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને પોલીસના ર૦ હજાર સૈનિકોને કોઈપણ વળતર વિના તાલીમ આપી
સદીઓથી ભારતીય નારી પોતાની શક્તિ, ક્ષમતા અને પ્રતિભાને પ્રસ્થાપિત કરી મક્કમ ગતિ અને દૃઢ મનોબળ સાથે આગળ વધી રહી છે. આપણે જેની વાત કરવાના છીએ તે ‘Wonder Woman Of India’ તરીકે દેશ અને દુનિયાભરમાં જાણીતી છે. દેશની એકમાત્ર અને પ્રથમ એવી કમાન્ડો ટ્રેનર ડો. સીમા રાવ ખરાબ અર્થમાં શક્તિનું પ્રતિક છે. તેણીએ વળતર વિના બે દાયકા કરતા વધુ સમયથી ભારતના વિશેષ લશ્કરી દળોને કુશળ તાલીમ આપી દેશની નારી આ ક્ષેત્રે પણ અનોખુ પ્રદાન આપી શકે છે તે બાબતને પ્રસ્થાપિત કરી છે. Country’s first female commando trainer Dr. Seema Rao is a symbol of power
ભારતીય સ્વાતંત્ર્ય સેનાની પ્રોફેસર રમાકાંત સિનારીના ઘરે જન્મેલી સીમા રાવે એમબીએનો અભ્યાસ કર્યો છે અને એક સમયે તે મિસિસ ઈન્ડિયા વર્લ્ડ બ્યુટીની સ્પર્ધાની ફાઈનલિસ્ટ પણ બની હતી. ૧૬ વર્ષની વયે દેશ સેવાના રંગે રંગાયેલી સીમા રાવ કંઈક અલગ અને વિશેષ કરવાના વિચારો ધરાવતી હતી. તેણીએ શરીરને મજબુત બનાવવા માટે ટાઈકવોન્ડો શીખવાનું નકકી કર્યું. આશ્ચર્યજનક રીતે ટાઈકવોન્ડોમાં આગળ વધવાની સાથે આ ક્ષેત્રે તેણીનો જુસ્સો અને ઉત્સાહ વધ્યો વેલ, એક સમયે વૈવાહિક જીવન શરૂ કરવાની સાથે તેના કામને અસર થશે તેવું સીમાને લાગ્યું હતું પરંતુ તેના પતિ દીપક રાવે તેની પત્નીમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે પુરું પ્લેટફોર્મ પુરુ પાડતા તેણી અદભુત રીતે આગળ વધી છે.
Dr Seema Rao is the 1st woman commando trainer of India & a recipient of #NariShakti Puraskar. Her husband Major Deepak Rao has been her constant support in this journey. We thank you both for extending your support to @NCWIndia's #MenforWomen campaign! pic.twitter.com/ildc4Tg2nD
— NCW (@NCWIndia) March 9, 2021
ડો. સીમા રાવે તેમના જીવનના છેલ્લા અઢી દાયકામાં ભારતીય સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને પોલીસના ર૦ હજારસૈનિકોને કોઈપણ વળતર વિના તાલીમ આપી છે. તેણીએ આર્મી સ્પશિયલ ફોર્સ, એનએસજી બ્લેક કેટસ, આઈએએફના ગરુડ કમાન્ડો ફોર્સ, નેવી મરીન કમાન્ડો સહિત દરેક ચુનંદા દળના કમાન્ડોને તાલીમ આપી છે. તેમણે અને તેમના પતિ ડો. દીપક રાવે સાથે મળીને કલોઝ કવાર્ટર યુદ્ધમાં તેમના કામ માટે ત્રણ આર્મી ચીફ પ્રશસ્તિપત્રો મેળવ્યા છે. અહી ખાસ કહેવાનું કે સીમા રાવના પિતા એક સ્વતંત્રતા સેનાની હતા પોર્ટુગીઝ અને બ્રિટીશરોના શાસન સામે તેઓ લડ્યા હતા.
સીમાએ બળવાખોર મિજાજ અને લડાયક ઝુનુન પિતા પાસેથી મેળવ્યો છે. આજની તારીખે ડો. સીમા પાસે તેના પિતા પાસેથી વારસામાં મળેલી તલવારને બહુમૂલ્યવાન માને છે તેણી માને છે કે જયારે પણ હું આ તલવાર નિહાળું છું ત્યારે મારામાં નવા ઉત્સાહનો સંચાર થાય છે. એ પણ કહેવાનું કે, કમાન્ડો તાલીમ આપનાર સીમા રાવે કલમથી પણ લોકોને પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા છે. તેણીએ બે પુસ્તકોમાં સહ-લેખક તરીકે સેવા આપી છે જેમાં એનસાયકલોપીડિયા ઓફ કલોઝ કોમ્બેટ ઓપ્સ અને એ કોપ્રીહેન્સિવ એનાલિસિસ ઓફ વર્લ્ડ ટેરરિઝમનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેણીએ તેના પતિ સાથે મળીને હેન્ડબુક ઓફ વર્લ્ડ ટેરરિઝમ પુસ્તક પણ લખ્યું છે. સીમા રાવ આર્મી પર્વતારોહણ સંસ્થા એચએમઆઈ ચંદ્રક વિજેતા છે અને લશ્કરી માર્શલ આટર્સમાં બ્લેકબેલ્ટ ધરાવે છે. રાવે ઈન્ડિયન એરફોર્સ કોર્સમાં સ્કાયઈવિંગ કરી બધાને વિચારતા કરી દીધા હતા.