Western Times News

Gujarati News

લોકશાહી દેશોનાં મહિલા વડાપ્રધાન

મારિન ફિનલેન્ડનાં સૌથી નાની ઉંમરનાં વડાપ્રધાન બન્યાં છે

રાષ્ટ્રો વતી જરૂરી નિર્ણયો લેવા માટે શાસકો અથવા સરકારના વડાઓ વિનાના વિશ્વની કલ્પના કરી શકો છો ? દેશની સમૃદ્ધિ તેના શાસક અને શાસકોની અસરકારકતા પર આધાર રાખે છે. વિશ્વના અને વિશ્વમાં મોટાભાગના શાસકો પુરુષ જ હોય છે જે અડધોઅડધ વસતીને અન્યાય છે અથવા તો અડધોઅડધ વસતીની નિષ્ક્રિયતા છે. જાેકે મહિલાઓ છેલ્લા કેટલાક દાયકાઓમાં સમગ્ર વિશ્વ પર કબજાે જમાવી રહી છે, શિક્ષણથી લઈને રાજકારણ સુધી, દરેક ક્ષેત્રમાં તેઓ સારી રીતે આગળ વધી રહી છે. યુએસના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ નામની મહિલા બિરાજમાન છે.

થોડા સમય પહેલાં જ એક સમાચાર આવ્યા કે ન્યુઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા આર્ડને રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. વિશ્વની સૌથી યુવા મહિલા સરકારી વડા, જેસિન્ડા આર્ડર્ન ર૦૧૭માં માત્ર ૩૭ વર્ષની વયે ન્યુઝીલેન્ડના ૪૦માં વડાપ્રધાન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું અને તેણે ફરીથી તેના પક્ષને વિજય તરફ દોરી, ર૦ર૦માં બીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટાઈ છે. જાેકે વિશ્વપટલ પર ફકત જેસિન્ડા ઉપરાંત હાલમાં કેટલીક મહિલાઓ છે જે પોતપોતાના દેશોમાં વડાપ્રધાન તરીકે સૌથી મહત્વપૂર્ણ ઓફિસ સંભાળી રહી છે.

શેખ હસીના, બાંગ્લાદેશ, બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન, શેખ હસીના વિશ્વની સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી મહિલા નેતાઓમાંની એક છે. તે જાન્યુઆરી ર૦૦૯થી સતત હોદ્દો સંભાળી રહી છે. એના સોલબર્ગ, નોર્વે ઃ આર્યન એના હુલામણું નામ એના સોલબર્ગ ર૦૧૩થી નોર્વેના ર૮મા વડાપ્રધાન તરીકે સેવા આપી રહી છે. તે નોર્વેમાં હોદ્દો સંભાળનાર બીજી મહિલા છે અને એક સેકન્ડ ટર્મ માટે ર૦૧૭માં ફરી ચૂંટાયેલી પ્રથમ વ્યક્તિ છે.

કેટરીન જેકોબ્સડોટીર, આઈસલેન્ડ ઃ આઈસલેન્ડની ર૮મી અને બીજી મહિલા વડાપ્રધાન તરીકે સેવા આપતી કેટરીન જેકોબ્સડોટીર ર૦૧૭થી વડાપ્રધાન ઓફિસમાં છે. એક મજબુત નેતા છે. તેને ફેબ્રુઆરી ર૦ર૦માં કાઉન્સિલ ઓફ વુમન વર્લ્ડ લીડર્સના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવી હતી. અના બ્રનાબિક, સર્બિયા ઃ માત્ર પ્રથમ મહિલા જ નહી, પરંતુ ઐતિહાસિક રીતે હોદ્દો સંભાળનાર સાપ્રથમ ખુલ્લેઆમ સમલૈંગિક વ્યક્તિ છે, ર૦૧૭થી સર્બિયાની વડાપ્રધાન છે. તેને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાંની એક ગણવામાં આવે છે.

સન્ના મારિન, ફિનલેન્ડ ઃ ફિનલેન્ડની અત્યાર સુધીની સૌથી નાની વયની વડાપ્રધાન સન્ના મારિન ૩પ વર્ષની વયે વિશ્વની ચોથી સૌથી નાની વયની સેવા આપનાર રાજયની નેતા પણ છે મારિનને ૮ ડિસેમ્બર, ર૦૧૯ના રોજ વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવી હતી. મેટ્ટે ફ્રેડરિકસેન, ડેનમાર્ક ઃ જૂન ર૦૧૯થી ડેનમાર્કની વડાપ્રધાન છે તે પદ સંભાળનારી બીજી મહિલા છે તે ડેનિશ ઈતિહાસમાં સૌથી યુવા વડાપ્રધાન અને ર૦૧પથી સોશિયલ ડેમોક્રેટસની નેતા પણ છે. મિયા મોટલી, બાર્બાડોસ ઃ બાર્બાડોસની ૮મી સેવા આપતી વડાપ્રધાન છે. આ પદ સંભાળનાર પ્રથમ મહિલા છે. ર૦૧૮ની સામાન્ય ચૂંટણીમાં બાર્બાડોસ લેબર પાર્ટીને ઐતિહાસિક ભવ્ય જીત તરફ દોરી સુપ્રસિદ્ધ જીત મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.