Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાંથી મળેલો લિથિયમનો જથ્થો કઈ રીતે ભારતની દશા અને દિશા બદલશે ?

અમેરિકાના ઉદ્યોગપતિ જહોન રોકફેલરને ૧૮૬૯ના વર્ષમાં જ ઓઈલ (તેલ)નું મહત્ત્વ સમજાઈ ગયું હતું. ૧૯૭૩માં પશ્ચિમના દેશોને પદાર્થપાઠ ભણાવવા માટે, આરબ દેશોએ ઓઈલના ભાવ ૩૦૦ ગણા વધારી દીધા હતા. આ ભાવ વધારાને કારણે વિશ્વ આખામાં મંદી ફરી વળી હતી. અમેરિકાના ડિપ્લોમેટ હેની ક્રિસિજરે આરબ દેશો સાથે લટુડાપટુડા કરી એમને મનાવી લીધા હતા. બદલામાં ઈઝરાયલે સૂએઝ વિસ્તારમાંથી પોતાનું લશ્કર ખસેડી લેવું પડયું હતું ત્યાર પછી આરબ દેશોએ પશ્ચિમના દેશો સાથે પેટ્રો ડોલર્સમાં વ્યવહાર શરૂ કર્યો હતો.

મધ્યપૂર્વના આરબ દેશો પાસે ઓઈલનું સૌથી મોટું ભંડોળ છે, પરંતુ એમના ઘણાં ભંડોળ પર અમેરિકાના રોકફેલર ગ્રૂપનો કાબુ છે. જાેકે હવે અમેરિકા અને મધ્યપૂર્વના આરબ દેશો વચ્ચેનો પ્રેમસંબંધ સંકટમાં પડી શકે છે, કારણ છે, એક નવા સફેદ અઈલનું આગમન ! આ સફેદ ઓઈલ ને લિથિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના ભૂવિજ્ઞાનિકોએ જમ્મુ-કાશ્મીરમાંથી લિથિયમનો ૬૦ લાખ ટન જથ્થો શોધી નાખ્યો છે. આ લિથિયમની કિંમત આશરે ૩૩ લાખ કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ લગાડાય છે !

જાેકે લિથિયમના આટલા મોટા જથ્થા મળ્યાનું મૂલ્ય રુપિયા- ડોલર કરતાં જિઓપોલિટિકલ દૃંષ્ટિએ અનેકગણું વધોર અગત્યનું છે. કઈ રીતે ? થોડા ફલેશબેકમાં જઈને જાેઈએ.
૧૯૭૩ના ઓગસ્ટ મહિનાની ર૬મી તારીખે રિયાધ ખાતે આરબ દેશોના વડાઓની મીટિંગ મળી હતી જાની દુશ્મન ઈઝરાયલને પશ્ચિમના દેશો જે રીતે સપોર્ટ કરી રહ્યા હતા એનાથી આરબ દેશો દુભાયા હતા. આરબ દેશોને ખબર હતી કે ઈઝરાયલ પાસે અત્યાધુનિક હથિયારો હોવાથી એને હરાવવું અશ્કય છે. આ હથિયારો પશ્ચિમના દેશો ઈઝરાયલને પુરા પાડતા હતા, આરબ દેશોને ખબર હતી કે એમની પાસે પણ એક જબરદસ્ત હથિયાર છે અને એ હથિયારનું નામ છે તેલનો ભંડાર, આરબ દેશોએ એ હથિયારનો ઉપયોગ કરીને પશ્ચિમના દેશોને નમાવ્યા.

૧પ૦ વર્ષ પહેલાના વિશ્વની કલ્પના કરો કે જયારે ટ્રક, બસ, કાર, સ્કૂટર, જેવા વાહનો નહોતા. એ વખતે મધ્યપૂર્વના આરબ દેશો ભૂખડી બારસ હતા, કારણ કે વિશ્વને પેટ્રોલની જરૂરિયાત નહીંવત હતી, ત્યાર પછી જે ક્રાંતિ થઈ એને કારણે આરબ દેશો તરી ગયા. પેટાળમાં ઓઈલનો ભંડાર નહી હોવાથી ભારત અને ચીન જેવા દેશો પાછળ રહી ગયા.
હવે ભારતના પેટાળમાંથી લિથિયમનો ભંડાર મળવાને કારણે ઘણા બધા સમીકરણો બદલાશે. આજના ઈલેકટ્રોનિક યુગમાં લેપટોપ, મોબાઈલ ફોન કે બેટરીથી ચાલતા કાર, સ્કૂટર જેવા વાહનો માટે લિથિયમથી બનાવવામાં આવતી બેટરી સૌથી જરૂરી છે. દુનિયાના તમામ દેશોમાં હવે ઈલેકટ્રોનિક વ્હિકલના ઉત્પાદનમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આવા વાહનો પેટ્રોલ્‌-ડિઝલથી ચાલતા વાહનો કરતા સસ્તા તો પડે જ છે, પરંતુ વધુ પર્યાવરણ ફ્રેન્ડલી પણ છે.

આમ હવે પેટ્રોલ-ઓઈલનું સ્થાન લિથિયમ લઈ રહ્યું છે. સાઉથી અરેબરિયા, જાેર્ડન, કટાર, ઈરાક, લિબિયા, કૂવૈતા અને ઈજીપ્ત જેવા દેશો સાથે અમેરિકા જેવા દેશોની મિત્રતા ફકત ઓઈલના સ્વાર્થને કારણે છે. ચીનને લિથિયમનું મહત્વ ઘણાં વર્ષો પહેલા સમજાઈ ગયું હતું. અહી અગત્યની વાત એ છે કે જમીનની નીચેથી મળતા લિથિયમ રિઝર્વમાંથી લિથિયમ મેળવવા માટે ખાસ ટેકનોલોજીવાળી રિફાઈનરીઓની જરૂર પડે છે. ચીન પાસે આ ટેકનોલોજી અને પ્રોડકશન કેપેસિટી હોવાને કારણે આજે લિથિયમના ઉત્પાદનમાં ચીન પાંચમા ક્રમે છે. વિશ્વની ૭૦ ટકા લિથિયમ બેટરીનું ઉત્પાદન ચીનમાં થાય છે. જાેકે ચીને લિથિયમનું રો-મટિરિયલ બોલિવિયાથી આયાત કરવું પડે છે. આમ લિથિયમ રિઝર્વ માટે ચીને સંપૂર્ણ રીતે બોલિવિયા પર આધાર રાખવો પડે છે. હવે હુકમનો એક્કો ભારત પાસે આવી ગયો છે. લિથિયમ રિઝર્વને કંટ્રોલ કરીને ભારત પણ વિશ્વની મહાસત્તાઓને આંગળીને ટેરવે નચાવી શકે એવા દિવસો દૂર નથી !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.