ન્યૂ કોલોની રેલવે ઇન્સ્ટિટ્યૂટ સાબરમતી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝનની સાબરમતી ખાતે ન્યુ કોલોની રેલવે ઇન્સ્ટિટયૂટ સાબરમતી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ફાઇનલ મેચમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી સુધીરકુમાર શર્મા મુખ્ય મહેમાન તરીકે જોડાયા હતા અને તમામ ખેલાડીઓ અને આયોજકોનો જુસ્સો અને ઉત્સાહ વધાર્યો હતો.
ફાઈનલ મેચમાં ડીઝલ શેડ સાબરમતી અને એન્જીનીયરીંગ ફેકટરી સાબરમતી વચ્ચે રમાયેલ રસપ્રદ મેચમાં ડીઝલ શેડે એન્જીનીયરીંગ ફેકટરીને 45 રને હરાવી જીત મેળવી હતી.
આ પ્રસંગે વરિષ્ઠ વિભાગીય યાંત્રિક ઇજનેર, ડિઝલ શેડ સાબરમતી અને સંસ્થાના અધ્યક્ષ અશોક કુમાર અને સચિવ ઇન્સ્ટિટ્યૂટ અબુલ કલામ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિવશંકર બુંદેલા અને સૌરભ ગૌતમે કર્યું હતું.