Western Times News

Gujarati News

મહિલાના વેશમાં ૨૬ કિલો ચાંદી લૂંટનારાની ધરપકડ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મહિલાના વેશમાં ચિલઝડપ કરનાર ગેંગના બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જવેલર્સની દુકાન બહારથી મહિલાના કપડામાં આરોપીઓ ૨૬ કિલો ચાંદીની ચિલઝડપ કરી હતી. પોલીસથી બચવા મહિલાનો સ્વાંગ આરોપી એ ધારણ કર્યો હોવાનું સામે આવ્યું છે .

ક્રાઇમ બ્રાન્ચે નીતિન છારા અને રાકેશ છારા નામના બે આરોપીઓને ઝડપી લીધા છે. આ બંને આરોપીની ચાંદીની ચિલઝડપ કેસમા ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વાર આ બન્ને આરોપી રીઢા ગુનેગાર છે અને ગુનો કરી પોલીસના હાથે પકડાય નહિ એ માટેથી આરોપીએ ચિલઝડપ કરવા માટે મહિલાનો વેશ ધારણ કરી ચિલઝડપના ગુનાને અંજામ આપ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે બન્ને આરોપી ઝડપી લઈ ૧૮ કિલો ચાંદીના દાગીના કબ્જે કર્યા છે. ગત ૯ ઓક્ટોમ્બર નાં રોજ કૃષ્ણનગરનાં સરદાર ચોકમાં આવેલા લાલભાઈ જવેલર્સની દુકાન આગળ એક્ટિવાની આગળનાં ભાગે રાખેલ ચાંદીનાં દાગીના ભરેલ બેગની ચિલઝડપ કરીને ફરાર થાય ગયા હતા સેકંડો માં જ…એક્ટિવામાં રહેલા ૨૩ લાખથી વધુની કિંમતના ૨૬ કિલો ચાંદીના દાગીના ચિલઝડપ કરવામાં આવી હતી અને આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા.

પકડાયેલ આરોપીની પૂછપરછ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બે પકડાયેલા આરોપી સાથે એક વોન્ટેડ આરોપી દિવ્યાંગ રાઠોડ ચિલઝડપ કરવા ગયો હતો. ચિલઝડપ સમયે ફરાર આરોપી દિવ્યાંગ ટુ વ્હીલર ચલાવતો હતો, જેમની પાછળ આરોપી રાકેશ છારા બેઠો હતો.

આરોપી રાકેશ છારાએ મહિલાનો વેશ ધારણ કરી ચાંદીના દાગીના ભરેલ બેંગ આંચકી લીધી હતી. બાદમાં ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ચાંદીના દાગીના વેચવા માટે સોની દુકાનમાં જાય તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચનાં હાથે ઝડપાઈ ગયા સાથે જ ત્રણેય આરોપી લૂંટના મુદ્દામાલ એક સરખે ભાગ કરવાનો ઈરાદો પણ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.