કરોડો રૂપિયા અતીક અહેમદે સટ્ટાબાજીમાં રોક્યા હતા
ગેરકાયદે વસૂલ કરેલાં રુપિયા તે સટ્ટાબાજીમાં રોકતો હતો
પ્રયાગરાજ, માફિયા અતીક અહેમદના મોત બાદ તેના કાળા કારોબારો પરથી એક પછી એક પરદો ઉઠી રહ્યો છે. હવે માફિયા અતીક અને તેના સટ્ટાના કનેક્શનનો ખુવાસો થયો છે. એસટીએફને તપાસમાં અતીક અહેમદનું સટ્ટાખોરો સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે.
પોલીસે પાંચ સટ્ટાખોરોને રડાર પર રાખ્યા છે. પોલીસને ખબર હતી કે, અતીકના સંબંધો પ્રયાગરાજના મોટા સટ્ટાખોરો સાથે હતા. અતીક અહેમદ પોતાની ગેરકાયદે વસૂલીના પૈસાનો ઉપયોગ સટ્ટામાં કરતો હતો. અતીક પોતાની કાળી કમાણીથી કરોડો રુપિયાનો સટ્ટો રમતો હતો. હવે પોલીસ આ સટ્ટાખોરોની જાણકારી મેળવી રહી છે, જે અતીકના કાળા કારોબારમાં સામેલ હતા.
આ દરમિયાન અતીક અહેમદના હત્યાકાંડને લઈને ચોંકાવનારી જાણકારી સામે આવી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, અતીક અહેમદે પોલીસ કસ્ટડી દરમિયાન પોતાના પર જ હુમલાનું કાવતરું રચ્યું હતું. અતીકનો પ્લાન પોતાના પર હુમલો કરાવીને સુરક્ષા વધારવાનો હતો. આ જાણકારી બાદ પોલીસે એક નવી થિયરી પર કામ કરી રહી છે કે અતીકને તેના પોતાના જ કોઈ સાગરીતે ડબલ ક્રોસ નથી કર્યુ ને અને ફેક હુમલાની જગ્યાએ હત્યાનું ષડયંત્ર રચી દીધુ હોય.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, અતીકે પોતાના પર ફેક હુમલો કરવા માટેની જવાબદારી તેના સૌથી નજીકના સાગરીત ગુડ્ડુ મુસ્લિમને સોંપી હતી. ગુડ્ડુ મુસ્લિમએ ફેક હુમલા માટે પૂર્વાંચલના બદમાશોનો સંપર્ક પણ કર્યો હતો. ગુડ્ડુ મુસ્લિમ એ જ છે કે જે પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં બોમ્બબાજી કરતો નજરે પડ્યો હતો.
અતીક અહેમદની હત્યામાં ડબલ ક્રોસ થિયરી પર શંકા એટલા માટે મજબૂત થઈ રહી છે, કારણ કે હત્યાના થોડા સમય પહેલાં જ્યારે અતીક અહેમદ પોતાના ભાઈ અશરફ સાથે પોલીસની જીપમાંથી નીચે ઉતર્યો ત્યારે તેણે કોઈને ઈશારો કર્યો હતો. એ શખસ કદાચ એ તો નહોતો ને કે જેને અતીક પર ફેક હુમલા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.
એક આશંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, લવલેશ, અરુણ અને સનીને ફેક હુમલા માટે તો બોલાવવામાં નહોતા આવ્યા ને અને પછી છેલ્લી ઘડીએ કોઈએ માફિયા અતીક સાથે ગદ્દારી કરીને તેને મર્ડર પ્લાનમાં બદલી નાખ્યો. ખેર, હાલ તો પોલીસ આ મામલે તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. પોલીસની વધુ તપાસમાં અતીક અહેમદ અને તેના હત્યાકાંડમાં ખુલાસા થઈ શકે છે.