રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પોસ્ટથી કર્યો કટાક્ષ
નવી દિલ્હી, ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વચ્ચે અણબનાવ હોવાના ઘણા અહેવાલો છે. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩ની દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ બાદ બંનેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે અણબનાવ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ મેચ બાદ એક ટ્વીટ કર્યું હતું અને તેના કારણે આ અટકળોને બળ મળ્યું હતું. csk captain mahendra singh dhoni and all rounder ravindra jadeja
આ સિવાય જાડેજાએ ભૂતકાળમાં પણ આવી ટ્વીટને લાઈક કરી છે, જેનાથી લાગે છે કે ચેન્નઈ સુપર કિંગ્સ અને તેની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. રવિન્દ્ર જાડેજાએ આઈપીએલ-૨૦૨૩ની પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. બેટિંગમાં ૧૬ બોલમાં ૨૨ રનની ઈનિંગ્સ રમ્યા બાદ બોલિંગમાં તેણે માત્ર ૧૮ રનમાં ડેવિડ મિલર અને દાસુન શનાકાની વિકેટ લીધી હતી. આ પછી તેને મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
મેચ પછી રવિન્દ્ર જાડેજાએ એવોર્ડ હાથમાં લીધો હોય તેવી તસવીર પોસ્ટ કરી અને તેને કેપ્શન આપ્યું, ‘અપસ્ટોક્સ જાણે છે પણ.. કેટલાક ચાહકો નથી જાણતા.’
Upstox knows but..some fans don’t 🤣🤣 pic.twitter.com/6vKVBri8IH
— Ravindrasinh jadeja (@imjadeja) May 23, 2023
રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ તેનો ફોટો શેર કર્યો હતો. રવિન્દ્ર જાડેજાને ગેમ ચેન્જર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
બંને તસવીરો શેર કરતી વખતે રિવાબાએ લખ્યું હતું કે, મૌન રહીને આકરી મહેનત કરો, તમારી સફળતાને તમારો અવાજ બનવા દો. તમારા માટે વધુ શક્તિ, માય લવ રવિન્દ્ર જાડેજા.
બેટિંગ ક્રમમાં રવિન્દ્ર જાડેજા પછી મહેન્દ્ર સિંહ ધોની આવે છે. ઘણી વખત છેલ્લી ઓવરમાં ફેન્સ ધોની-ધોનીની બૂમો પાડે છે અથવા તો ટીમના ફેન્સ પણ જાડેજાની વિકેટની ઉજવણી કરે છે. આઈપીએલ ૨૦૨૩માં આ પહેલીવાર નથી જ્યારે જાડેજાએ ફેન્સ પર નિશાન સાધ્યું હોય. ચેન્નઈ સુપર કિંગ્સની દિલ્હી સામેની ઘરઆંગણાની મેચમાં જાડેજાએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ચાહકો ધોનીનું નામ બોલે તે તેને પસંદ નથી. ત્યારબાદ તેણે એક ટિ્વટ પણ લાઈક કર્યું જેમાં તેની પીડા વિશે લખવામાં આવ્યું હતું.SS1MS