Western Times News

Gujarati News

ઈન્ડિગોની ફ્લાઈટની બે સીટો પરથી ગાયબ થયા કુશન

નવી દિલ્હી, નવી દિલ્હીઃ ઈન્ડિગો દેશની સૌથી મોટી પેસેન્જર કેરિયર એરલાઈન છે. પરંતુ દર થોડા દિવસે કોઈને કોઈ કારણોસર આ એરલાઈન ચર્ચામાં આવી જાય છે.

ક્યારેક કોઈ પેસેન્જર ક્રૂ સાથે ખરાબ વર્તન કરે તો ક્યારેક ફ્લાઈટ ડીલે થવાના કારણે પેસેન્જરોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. હાલમાં જ એક પેસેન્જરે ઈન્ડિગો એરલાઈનની અંદરનો ફોટો શેર કર્યો છે, જેમાં બે સીટ પરથી ગાદી ગાયબ જોવા મળે છે.

બેંગાલુરુથી ભોપાલ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બે સીટ કુશન વિનાની હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરતાં પેસેન્જરે ચિંતા વ્યક્ત કરી હતી. યાવાનિકા શાહ નામની મહિલા પેસેન્જરે એક્સ પર ગાદી વિનાની સીટોનો ફોટો શેર કરતાં કટાક્ષ કર્યો હતો.

તેણીએ લખ્યું, ખૂબ સુંદર ઈન્ડિગો. આશા રાખું કે હું સુરક્ષિત રીતે પહોંચી જઉં. આ તમારી બેંગાલુરુથી ભોપાલની ફ્લાઈટ ૬ઈ ૬૪૬૫ છે.” પેસેન્જરની ચિંતા પર ઈન્ડિગોએ પણ ત્વરિત જવાબ આપ્યો હતો. તેમણે સીટો પરથી કુશન ગાયબ થવા અંગેનું કારણ જણાવ્યું હતું.

ઈન્ડિગોએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, “મેડમ અમારી સાથે વાત કરવા માટે આભાર. ફ્લાઈટ ઉડાણ ભરે એ પહેલા ક્લિનિંગના હેતુથી સીટના કુશન્સ લઈ લેવામાં આવ્યા હતા. અમારા કેબિન ક્રૂએ આ સીટ ફાળવાઈ હતી તે પેસેન્જરોને ત્વરિતપણે જાણ કરી હતી.

જ્યારે પણ જરૂર પડે ત્યારે ક્લિનિંગ પ્રક્રિયામાં આ રીતે કુશનને હટાવી લેવામાં આવે છે.” બીજા એક Âટ્‌વટમાં ઈન્ડિગોએ આગળ લખ્યું, “અમે અમારા ગ્રાહકોને ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા અને હાઈજીન પૂરી પાડવા માટે કટિબદ્ધ છીએ. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. જોતજોતામાં પોસ્ટને એક મિલિયન જેટલા વ્યૂ મળી ગયા છે અને અસંખ્ય લોકોએ કોમેન્ટ કરી છે.

એક યૂઝરે લખ્યું, “વાહ, મસાજ માટેની સ્પેશિયલ સીટ આપી છે.” એક યૂઝરે પોતાનો અનુભવ વર્ણવતા લખ્યું, “ગત અઠવાડિયે મુંબઈથી ઈંદોર જતી વખતે આ જ પ્રકારની સીટ જોઈ હતી. પેસેન્જર આવ્યા પછી જ તેમણે સીટ પર કુશન લગાવ્યું હતું. કદાચ તેમની પાસે કુશનની તંગી હશે અને તેઓ ડિમાન્ડ પ્રમાણે વાપરતા હશે.”

અન્ય એક યૂઝરે કટાક્ષ કરતાં લખ્યું, “આ ઈન્ડિગોનો નવો મિનિમલીસ્ટ સ્કાય લાઉન્જ છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટમાં સીટો પરથી કુશન ગાયબ થયા હોય. ઈન્ડિગોને પૂણેથી બેંગાલુરુ જઈ રહેલી ફ્લાઈટમાં પણ કુશન ગાયબ હતું.

આ ઘટના ડિસેમ્બર ૨૦૨૩ની છે. આ ઘટનાના અઠવાડિયામાં જ નાગપુર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં પણ સીટ પરથી કુશન ગુમ હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.