Western Times News

Gujarati News

ખાસ કનેક્શનના લીધે રિહાનાએ અંબાણી પરિવાર માટે પર્ફોર્મ કર્યું

નવી દિલ્હી, ભારતના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંતના લગ્ન જુલાઈ મહિનામાં બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા સાથે થવાના છે. જે પહેલા ૧થી૩ માર્ચ સુધી જામનગરમાં ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંબાણી પરિવારના પ્રી-વેડિંગ ફંક્શનની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. પ્રી-વેડિંગ ફંક્શનમાં બિલ ગેટ્‌સથી લઈને ઈવાન્કા ટ્રમ્પ સુધીની વિદેશની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. સાથે જ ભારતના પણ સ્પોર્ટ્‌સ, મનોરંજન, બિઝનેસ, રાજકારણ ક્ષેત્રના મોટા માથાં હાજર રહ્યા હતા. પોપસ્ટાર રિહાનાએ પહેલી વખત ભારતમાં પર્ફોર્મ કર્યું અને તે પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, રિહાનાએ કોન્સર્ટ માટે કરોડો રૂપિયા ફી લીધી હતી. જોકે, ફક્ત રૂપિયા જ નહીં બીજું કારણ પણ છે જેના લીધે રિહાના પર્ફોમ કરવા માટે ભારત આવી. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે રિહાનાનું ખાસ બિઝનેસ કનેક્શન છે.

અબજોપતિ સિંગર રિહાના એક શો માટે મોટી રકમ વસૂલે છે. તેની નેટવર્થ ૧.૪ અબજ ડોલર હોવાનું કહેવાય છે. આ કમાણીમાં તેના સિંગિંગથી થતી કમાણી ઉપરાંત એક મોટો હિસ્સો તેની કંપની થકી થતી આવકનો પણ છે. મુકેશ અંબાણીના પરિવાર માટે રિહાનાએ પ્રાઈવેટ કોન્સર્ટ કર્યો એટલે લોકોને લાગ્યું કે કરોડો રૂપિયાની ફી માટે તેણે પર્ફોર્મ કર્યું.

જોકે, આ પ્રાઈવેટ કોન્સર્ટ પાછળ ફક્ત ફી નહીં પરંતુ બિઝનેસ કનેક્શન પણ કારણ હોઈ શકે છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ ભારતની સૌથી મોટી રિટેલ સેલર છે અને રિહાના સાથે પણ કનેક્શન છે. આગળ જણાવ્યું એમ પોપસ્ટાર રિહાનાની કમાણીમાં મોટો હિસ્સો તેની કંપની થકી થતી આવકનો પણ છે અને આ જ કંપની ભારતમાં પોતાનો બિઝનેસ રિલાયન્સની મદદથી કરી રહી છે.

રીહાના ફેન્ટી બ્યુટી કોસ્મેટિક પ્રોડક્ટ્‌સની લગ્ઝરી રેન્જ રજૂ કરે છે અને દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બર્નાર્ડ અર્નાલ્ટની કંપની એલવીએમએચ સાથે મળીને બિઝનેસ કરે છે. રિહાનાની ફેન્ટી બ્યૂટીમાં ૯૧ કોસ્મેટિક પ્રોડક્ટ્‌સ સામેલ છે, જે એલવીએમએચના સેફોરા સ્ટોર પર જ વેચાય છે.

ફેન્ટી બ્યૂટી પ્રોડક્ટ્‌સ હાલ અમેરિકા, કેનેડા, મેક્સિકો, ફ્રાન્સ, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન, થાઈલેન્ડ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને ભારત સ્થિત સેફોરા સ્ટોરમાં જ ઉપલબ્ધ છે. આપણા દેશમાં સેફોરા સ્ટોર્સ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના હસ્તગત છે.

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે નવેમ્બર ૨૦૨૩માં જ રિટેલ વેપારનું વિસ્તરણ કરતાં ગુજરાત સ્થિત ફેશન કંપની અરવિંદ ફેશનને પોતાની સાથે જોડી છે.

રિલાયન્સે અરવિંદ ફેશનના બ્યૂટી ડિવિઝનને ખરીદ્યું છે. ખાસ વાત એ છે કે, અરવિંદ ફેશનના બ્યૂટી બ્રાન્ડ ડિવિઝનમાં સેફોરા સ્ટોર્સ પણ સામેલ છે, જે હવે રિલાયન્સ ચલાવે છે.

અરવિંદ ફેશન પાસેથી રિલાયન્સે સેફોરાના ૨૬ સ્ટોર્સ હસ્તગત કર્યા છે અને રિહાનાની કંપનીના પ્રોડક્ટ્‌સ તેમાં વેચાય છે. મતલબ કે, ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની મદદથી જ ભારતમાં પોપસ્ટાર રિહાનાની કંપનીની પ્રોડક્ટ્‌સ વેચાય છે. ફેન્ટી બ્યૂટીની વાત કરીએ તો, રિહાનાની આ કંપનીનું નામ તેના આખા નામ પરથી લેવામાં આવ્યું છે. રિહાનાનું આખું નામ રોબિન રિહાના ફેન્ટી છે.

આ બ્યૂટી કંપનીને બર્નાર્ડ અર્નાલ્ટની કંપની ન્ફૐસ્ સાથે મળીને ૨૦૧૭માં લોન્ચ કરવામાં આવી હતી. આ કંપનીની પ્રોડક્ટ્‌સ સેફોરા સ્ટોર્સ પર એક્સક્લુઝિવલી વેચવામાં આવે છે. અર્નાલ્ટની કંપનીએ ૫૦.૦૧ ટકા ભાગીદારી સાથે ૩૫ મિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.