ભરૂચમાંથી પસાર થતાં માર્ગો ઉપર ધૂળની ડમરીઓ ઉડતા અકસ્માતનો ભય

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) તાજેતરમાં વરસેલા વરસાદના કારણે ભરૂચ શહેર સહિત નેશનલ હાઈવે ઉપરના માર્ગે ધૂળિયા બની ગયા છે.ત્યારે ભરૂચ થી દહેજને જાેડતો માર્ગ અત્યંત બિસ્માર બની જવા સાથે ધૂળની ડમરી ઉડતા ધૂળિયો માર્ગ બની જતા ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવા સાથે વાહનોને મોટુ નુકસાન થતું હોવાના કારણે તંત્ર દ્વારા બિસ્માર બની ગયેલા માર્ગોનું ગાબડા પૂરવાનું અભિયાન શરૂ કરે તેવી માંગ ઉઠી રહી છે.
ભરૂચ જીલ્લામાં સામાન્ય વરસાદમાં જ કેટલાય વિસ્તારોના જાહેરમાર્ગો ધોવાઈ જતા કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલી કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે.બિસ્માર બની ગયેલા માર્ગોના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને બિસ્માર બનેલા માર્ગોના કારણે ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો માટે અકસ્માતનું આમંત્રણ આપતું હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચથી દહેજ ઔદ્યોગિકને જાેડતો માર્ગ વાહન ચાલકો માટે અકસ્માત ઝોન સમાહ બની ગયો છે.આ માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થાય છે સાથે ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો પણ પસાર થઈ રહ્યા છે.પરંતુ બિસ્માર બની ગયેલા માર્ગો માં મોટા ખાડા હોવાના કારણે કેટલાય વાહનોની એક્સેલ તૂટી જવા સાથે ફોર વ્હીલર વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે
અને ખાડાઓમાં ટુ વ્હીલર વાહન ચાલકોના ટાયરો ખાબકવાના કારણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેવાના પગલે અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે.બિસ્માર બની ગયેલા માર્ગોની મરામત ન થતી હોય સાથે ધૂળની ડમરી ઉડવાના કારણે ટુ વ્હીલર વાહન ચાલકોની આંખોમાં ધૂળની ડમરી ઉડવાના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
પરંતુ બિસ્માર બની ગયેલા માર્ગોના ગાબડા પુરવાનું અભિયાન શરૂ કરવાનો સમય તંત્ર પાસે ન હોય તેમ લાગી રહ્યું છે અને તંત્ર પણ કોઈ મોટો અકસ્માત સર્જાય તેની રાહ જાેઈ રહ્યું હોય તેવા આક્ષેપો પણ વાહન ચાલકો કરી રહ્યા છે.
નર્મદા ચોકડી થી દહેજને જાેડતા માર્ગ ઉપર મોટા ખાડાઓ પડી જવાના કારણે ઘણી વખત વરસાદી પાણી ભરાઈ જતા હોય છે અને માર્ગમાં પડેલ ખાડો કેટલો ઊંડો છે તેનું ધ્યાન ટુ વ્હીલર વાહન ચાલકોને હોતું નથી જેના કારણે ખાડામાં ટુ વ્હીલર વાહન ચાલકનું ટાયર ખાબકવાના કારણે કાબૂ ગુમાવી દેતા રોડ ઉપર પટકાવવા સાથે અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે.ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બિસ્માર બની ગયેલા માર્ગોનું સમારકામ કરાવી ગાબડા પુરવાનું અભિયાન વહેલી તકે શરૂ કરવામાં આવી તેવી માંગ ઉઠી રહી છે.