Western Times News

Gujarati News

સુરતમાં વિદ્યાર્થીએ મહિલા તબીબ પર દુષ્કર્મ આચર્યુ

સુરત, શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી અને ક્લિનીક ચલાવતી મહિલાના પતિ અને પુત્રને મારી નાંખવાની ધમકીઆપીને જીમમાં આવતા વિદ્યાર્થીએ દુષ્કર્મ આચર્યુ હતુ.

બનાવની વિગત કંઈક આવી છેે. જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી ૩પ વર્ષીય મહિલા ડોક્ટર ક્લિનીક ધરાવે છે. ડોક્ટરનો ઓક્ટોબર ર૦ર૦માં જીમમાં ઋષિકેશ ઉર્ફે રીષી બળવૃત સોલંકી સાથે પરિચય થયો હતો. મહિલા ડોકટર જે જીમમાં જતી હતી. તે જ જીમમાં ઋષિકેશ પણ જતો હતો.

ઋષિકેશ જીમના ગૃપમાંથી મહિલા ડોક્ટરનો મોબાઈલ નંબર મેળવીને ફોન કરવાનુૃ શરૂ કર્યુ હતુ. એક દિવસ ઋષિકેષ ડોક્ટરને તેના ઘરે મળવા ગયો હતો. આ સમયે મહિલા એકલી હોવાથી તેનો લાભ ઉઠાવી ઋષિકેશે તેના પતિ અને દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ.

બાદમાં ઋષિકેશ તેનો મોબાઈલ ડોક્ટરના બિભત્સ ફોટા અને વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ પતિને બતાવી દેવાની ધમકી આપી બ્લેક મેઈલ કરી નવેમ્બર માસમાં ફરીથ દુષ્કર્મ આચર્યુ હતુ. ડોક્ટરે ઋષિકેશ સામે તમામ સંબંધો તોડી નાંખ્યા હોવા છતાં

એક વર્ષથી અવારનવાર ફોન કરી તેમજ ક્લિનીક જાય ત્યારે પીો કરી જાહેરમાં ગાળો આપી ધમકી આપતો હતો. જેથી આખરે કંટાળીને મહિલા ડોક્ટરે ગતરોજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઋષિકેશ સોલંકી સામે કાયદેસરની ફરીયાદ દાખલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.