Western Times News

Gujarati News

રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ: ૨ વર્ષની સજા થઈ

સુરત, ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી ના પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ બધા મોદી ચોર છે એવું નિવેદન આપ્યું હતું. નિવેદનને લઈ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં આજે ચુકાદો આવ્યો છે.

આ કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. તેમને ૨ વર્ષની સજા થઈ છે. રાહુલ ગાંધી ઈન્ડિયન પીનલ કોડની કલમ ૫૦૦ અને ૫૦૪ હેઠળ દોષિત જાહેર થયા છે. જાણો આખરે આ શું છે મામલો અને જે કલમો હેઠળ તેઓ દોષિત ઠર્યા છે તે આખરે શું છે. રાહુલ ગાંધીને આ કેસમાં ૨ વર્ષની સજા સંભળાવવામાં આવી જાે કે તેમને તરત જામીન પણ મળી ગયા છે.

ઈન્ડિયન પીનલ કોડની કલમ ૫૦૦ મુજબ જાે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની માનહાનિ કરે તો તે આ કલમ હેઠળ દોષિત ઠરે છે. આ કલમ હેઠળ ૨ વર્ષની સજા અથવા તો દંડની કે પછી બંનેની જાેગવાઈ છે. આ એક જામીનપાત્ર ગુનો છે.

ઈન્ડિયન પીનલ કોડની કલમ ૫૦૪ મુજબ જાે કોઈ પણ કોઈ વ્યક્તિને ઉક્સાવવાના ઈરાદે જાણી જાેઈને તેનું અપમાન કરે, ઈરાદાપૂર્વક કે પછી જાણી જાેઈને આ પ્રકારની ઉશ્કેરણી તે વ્યક્તિને લોકશાંતિ ભંગ કરવા કે અન્ય અપરાધના કારણે થઈ શકે છે.

ઉશ્કેરણી કરીને લોકશાંતિ ભ ભંગ કરવાના ઈરાદાથી જાણી જાેઈને અપમાન કરવાના ગુના બદલ ૨ વર્ષની સજા કે દંડ અથવા બંને એમ સજા થઈ શકે છે. જાે કે કોંગ્રેસે વિરોધ કર્યો છે.

આ એક જામીનપાત્ર ગુનો છે. ત્રણ વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.