Western Times News

Gujarati News

૯ દિવસમાં દ્રશ્યમ ૨એ ૧૨૪ કરોડનું નેટ કલેક્શન કર્યું

મુંબઈ, બોલિવૂડ એક્ટર અજય દેવગણ સ્ટારર ફિલ્મ દ્રશ્યમ ૨ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. શનિવારે ‘દ્રશ્યમ ૨’ના કમાણીમાં ઘણો વધારો જાેવા મળ્યો છે. ‘દ્રશ્યમ ૨’ના બોક્સ ઓફિસ કલેક્શને લાંબી છલાંગ લગાવી છે. શનિવારે ‘દ્રશ્યમ ૨’એ ૧૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે. બોલિવૂડ ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ની ટક્કર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ભેડિયા’ સાથે થઈ રહી છે.

બોક્સઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ૯ દિવસમાં ‘દ્રશ્યમ ૨’એ ૧૨૪ કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જેથી ‘દ્રશ્યમ ૨’ હવે ૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે. અહીં નોંધનીય છે કે ‘દ્રશ્યમ ૨’એ રિલીઝના પહેલા દિવસે ૧૫ કરોડની કમાણી કરી હતી.

હું મારા પરિવાર વિના જીવી નથી શકતો અને તેમના માટે કંઈપણ કરી શકું છું. પછી ભલે દુનિયા મને સ્વાર્થી જ કેમ ના કહે.’ ‘દ્રશ્યમ’થી લઈને ‘દ્રશ્યમ ૨’ સુધી ફિલ્મનો આ જ સંવાદ વાર્તાનું મૂળ છે. પાર્ટ-૧માં પોતાના પરિવારને બચાવવા માટે વિજય સાલગાંવકરે બધી જ હદ પાર કરી હતી.

હવે ફિલ્મના બીજા ભાગમાં ભૂતકાળનું કાળું સત્ય સામે આવી રહ્યું છે. એવામાં પરિવારને બચાવવા માટે પોતાને સ્વાર્થી કહેતો વિજય શું બધી જ હદ ઓળંગી જશે? આ જ રહસ્યના તાણાવાણામાં વણાયેલી છે ‘દ્રશ્યમ ૨’ની વાર્તા. આ જ કારણ છે કે દર્શકો આતુરતાથી ફિલ્મના બીજા ભાગની રાહ જાેઈ રહ્યા હતા. ફિલ્મનો બીજાે ભાગ ટિ્‌વસ્ટ એન્ડ ટર્ન્સથી ભરપૂર છે અને દર્શકોને નિરાશ નહીં કરે.

૨૦૧૫ની ફિલ્મમાં વિજય સાલગાંવકર પોલીસ સ્ટેશનમાંથી પાવડો લઈને નીકળે છે. સાત વર્ષ પહેલા પૂર્ણ અપરાધનો એક સાક્ષી હતો અને આ જ કારણ છે કે પોલીસ આટલા વર્ષો પછી ફરીથી તપાસ કરવાનો વિચાર કરે છે. ફિલ્મનો પહેલો ભાગ જકડી રાખનારો હતો જ્યારે સિક્વલ પણ મજબૂતાઈથી ઊભી રહે છે.

ફિલ્મમાં વાર્તા સહેજ પણ કળી શકાય તેવી નથી પરંતુ ક્યાંક ક્યાંક ફિલ્મ ખેંચવામાં આવી હોય તેવું લાગે છે. અમિતાભ ભટ્ટાચાર્યએ બનાવેલું ગીત ‘સહી ગલત’ અને ટાઈટલ ટ્રેક સારું છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે અને ડ્રામાને વધુ ઊંડાઈ આપે છે.

એકદંરે ‘દ્રશ્યમ ૨’માં આવતા ટિ્‌વસ્ટ અને ટર્ન્સ તમને એક મિનિટ પણ સીટ પરથી હલવા નહીં દે. કાજાેલે કહ્યું હતું, “તમને નવાઈ લાગશે પરંતુ અજયને કૂકિંગનો ખૂબ શોખ છે. અજય એવા જ કૂક પૈકીનો એક છે જે કોઈપણ ડિશ તૈયાર કરે તે સ્વાદિષ્ટ જ બને છે.”

કૂકિંગ એવી વસ્તુ છે જેમાં અજયને ખૂબ મજા આવે છે. જ્યારે અજય જમવાનું બનાવતો હોય ત્યારે રસોડાનો દરવાજાે બંધ કરી દે છે. તે પોતાની રેસિપી કોઈની સાથે શેર નથી કરતો અને તે ભોજન તૈયાર કરતો હોય ત્યારે કોઈને જાેવા પણ નથી દેતો. અજય ઘણીવાર મારા માટે સ્વાદિષ્ટ ખીચડી બનાવે છે અને એ તેની સ્પેશિયાલિટી છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.