Western Times News

Gujarati News

અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ધોળકા તાલુકો બન્યો રામમય

ધોળકા તાલુકાના ગામોમાં આવેલા અનેક મંદિરોને લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યા

અરણેજ બુટભવાની મંદિર, ભોળાદ સુરાપુરા ધામ, વૌઠા ગામના મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળોનો શણગાર કરવામાં આવ્યો

સોમવારે રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશભરમાં દરેક ગામ અને શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી લોકો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જેને પગલે સમગ્ર દેશનો માહોલ રામમય બન્યો છે અને દિવાળી જેવો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.

એવામાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા ધાર્મિક સ્થળોને લાઈટિંગ વડે સુશોભિત કરવામાં આવ્યા છે. ધોળકા તાલુકાના અરણેજ બુટભવાની મંદિર, ભોળાદ સુરાપુરા ધામ, વૌઠા ગામના મંદિર, નાનીબોરૂ ગામના મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળોને ઝળહળતી રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં આબેહૂબ રંગોળી તથા ભગવાન શ્રી રામના ચિત્ર પણ કંડારવામાં આવ્યા છે. સાથે સાથે મંદિર પરિસરમાં દિવડા પ્રગટાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત તાલુકાના અન્ય ગામો જેવા કે, કૌકા, વટામણ, સિમેજ, બદરખા, સિંધરેજ, ચંડીસર, રૂપગઢ જેવા અનેક ગામોમાં આવેલ નાના મોટા મંદિરોમાં સાફ સફાઈ કરી રંગબેરંગી લાઈટો તથા ફૂલથી શણગારવામાં આવ્યા છે.

વધુમાં, ગામે-ગામ ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી રામને આવકારવા અનેક પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે અને ઠેર-ઠેર જય શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.