Western Times News

Gujarati News

ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આપ્યું દાન

નવી દિલ્હી, ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર થયા બાદ તેના વિશે દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. બોન્ડની વિગતો પરથી એ પણ જાણી શકાય છે કે ચૂંટણી બોન્ડ દ્વારા કઇ કંપનીઓએ કયા રાજકીય પક્ષોને ફંડિંગ આપ્યું છે. આ સીરિઝમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ પણ ઈલેક્ટોરલ બોન્ડની યાદીમાં સામે આવ્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનું સંચાલન ‘ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ’ નામની કંપની દ્વારા કરવામાં આવે છે, જેની મૂળ સંસ્થા ઈન્ડિયા સિમેન્ટ છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો વર્તમાન કેપ્ટન છે.

ધોનીની ટીમની માલિકી ધરાવતી કંપનીએ તમિલનાડુની ‘ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ’ એટલે કે એઆઈએડીએમકેને ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા આપ્યા છે. રિપોર્ટ અનુસાર, એઆઈએડીએમકેને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ૬.૦૫ કરોડ રૂપિયા મળ્યા છે.

આમાંથી મોટા ભાગના પૈસા ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ (ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડના ડિરેક્ટર) પાસેથી આવ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડએ બે દિવસમાં એઆઈએડીએમકેને ૫ કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું. આ પૈસા ૨૦૧૯માં ૨ થી ૪ એપ્રિલની વચ્ચે આપવામાં આવ્યા હતા.

જો કે આ પછી પાર્ટીને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કોઈ પૈસા મળ્યા નથી. ચૂંટણી પંચના ચૂંટણી ખર્ચ વિભાગના સચિવ સાથે શેર કરેલી માહિતી અનુસાર, પાર્ટીને કોઈમ્બતુર સ્થિત લક્ષ્મી મશીન વર્ક્‌સ લિમિટેડ પાસેથી ૧ કરોડ રૂપિયા અને ચેન્નાઈ સ્થિત ગોપાલ શ્રીનિવાસન પાસેથી ૫ લાખ રૂપિયા રાજકીય દાન તરીકે મળ્યા છે.

સંજોગોવશાત્, પાર્ટીએ ૨૦૧૯માં બે વાર આ જ માહિતી આપી હતી, એક વખત તેના તત્કાલિન સંયોજક ઓ. પનીરસેલ્વમ (હકાલીન કર્યા પછી) અને પછી ૨૦૨૩ માં તેના જનરલ સેક્રેટરી ઇડાપ્પડી કે. પલાનીસ્વામી મારફત પણ આપવામાં આવી હતી. તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેને લઈને પણ મહત્વની માહિતી સામે આવી છે. ડીએમકેને ચૂંટણી બોન્ડ દ્વારા ૬૫૬.૬ કરોડ રૂપિયા મળ્યા છે.

ડીએમકેએ કહ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા ૬૫૬.૬ કરોડ રૂપિયામાંથી તેને ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસીસ દ્વારા ૫૦૯ કરોડ રૂપિયા મળ્યા છે. ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસિસ તરફથી મળેલા દાનનો હિસ્સો ડીએમકે દ્વારા મળેલા કુલ રાજકીય દાનમાં ૭૭ ટકાથી વધુ છે. આ કંપનીના માલિક સેન્ટિયાગો માર્ટિન પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ હેઠળ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.