ડિજિટલ સોનું ખરીદનારને 2.5 ટકા વ્યાજનો લાભ પણ મળે છે
વધુમાં વધુ ૪ કિલો સુધી સોનું ખરીદી શકે છે. નોંધનીય છે કે સરકાર તરફથી આ બોન્ડ રિઝર્વ બેન્ક જારી કરે છે. અત્રે નોંધનીય છે કે આ યોજનામાં રોકાણકારોને વાર્ષિક ૨.૫ ટકાના દરે વ્યાજનો લાભ મળે છે.
પાંચ દિવસમાં ગુજરાતીઓએ ૧૯.૫૩ કરોડનું ડિજિટલ સોનુ ખરીદ્યું
અમદાવાદ, સોનાનો ભાવ ભલે આસમાને જાય, પરંતું ગુજરાતીઓને સોનું ઓલટાઈમ ફેવરિટ છે. ગુજરાતીઓને સોનું પ્રિય હોય છે. આવામાં ગુજરાતીઓએ ફરી એકવાર સોનાની ખરીદીને રેકોર્ડ બ્રેક કર્યો છે. ગુજરાતીઓમાં હવે ડિજીટલ ગોલ્ડ ખરીદવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.
જેમાં ગુજરાતીઓએ માત્ર પાંચ દિવસમાં પોસ્ટની ડિજીટલ ગોલ્ડની સ્કીમમાં માત્ર ૫ જ દિવસમાં ૧૯.૫૩ કરોડ રૂપિયાનું ૩૨.૯૬૭ કિલો ડિજિટલ ગોલ્ડ ખરીદ્યું છે. ડિજિટલ ગોલ્ડ ખરીદ્યું. ગુજરાતના પોસ્ટ વિભાગના ઈતિહાસમાં પહેલીવાર આટલી રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે.
પોસ્ટ વિભાગ દ્વારા સોવેરિયન ગોલ્ડ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેમાં હવે રોકાણકારો વળ્યા છે. આ રોકાણમાં પણ ગુજરાતીઓ અવ્વલ છે. આ સ્કીમમાં સોનુ ખરીદવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સુરત હેડ પોસ્ટ ઓફિસના જનસંપર્ક અધિકારી નિરજ ચિનાઈએ કહ્યું હતું કે, પોસ્ટ વિભાગ દ્વારા ડિજિટલ સોનાની સ્કિમ બહાર પાડવામાં આવે છે,
વર્ષ ૨૦૧૭ની સ્કિમમાં જે લોકોએ રોકાણ કર્યુ હતું તેમના રૂપિયા હાલ ડબલ થઈ ગયા છે. આ ૫ દિવસની સ્કિમમાં પોસ્ટ ઓફિસના ઈતિહાસમાં સૌથી વધારે ડિજિટલ ગોલ્ડનું વેચાણ થયું છે.’
સોવરિન ગોલ્ડ બોન્ડ સરકાર વતી આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ હેઠળ તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે સોનું ખરીદી શકો છો. ખાસ વાત છે કે આ ગોલ્ડ બોન્ડ જીએસટી હેઠળ સામેલ નથી. સાથે ગેરંટેડ રિટર્ન પણ મળશે.
અહીં સસ્તું સોનું ખરીદવાનો અર્થ છે કે ગ્રાહક બજેટ પ્રમાણે એક ગ્રામ સોનું પણ ખરીદી શકે છે. વધુમાં વધુ ૪ કિલો સુધી સોનું ખરીદી શકે છે. નોંધનીય છે કે સરકાર તરફથી આ બોન્ડ રિઝર્વ બેન્ક જારી કરે છે. અત્રે નોંધનીય છે કે આ યોજનામાં રોકાણકારોને વાર્ષિક ૨.૫ ટકાના દરે વ્યાજનો લાભ મળે છે.
આ યોજનામાં કેપિટલ ગેઇન ટેક્સ મુક્તિ પણ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ સોનું ખરીદવા માટે કોઈ જીએસટી અને મેકિંગ ચાર્જ લાગતો નથી. જાે તમે ઈચ્છો તો આ યોજના હેઠળ ૪ કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. આ સિવાય ટ્રસ્ટ અથવા સંસ્થા ૨૦ કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.