Western Times News

Gujarati News

Dipika Kakkar પતિ શોએબ સાથે લોનાવલામાં એન્જોય કર્યું બેબીમૂન

મુંબઈ, સીરિયલ અજૂનીમાં રાજવીર બગ્ગાનું પાત્ર ભજવી રહેલો એક્ટર શોએબ ઈબ્રાહિમ પ્રેગ્નેન્ટ પત્ની દીપિકા કક્કરનું ખૂબ ધ્યાન રાખી રહ્યો છે અને તેની સાથે શક્ય એટલો વધારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે તેના કામમાંથી શોર્ટ બ્રેક લીધો હતો અને બંને બેબીમૂન માટે તેમના ફેવરિટ ડેસ્ટિનેશન લોનાવલા પહોંચી ગયા હતા. અહીંયા બંનેએ ખૂબ એન્જાેય કર્યું હતું.Dipika Kakkar enjoyed babymoon with Shoaib in Lonavala

એક્ટ્રેસે તેની યૂટ્યૂબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો છે. જેમાં તે તેમના વેકેશનની પૂરી જાણકારી આપતી જાેવા મળી. અહીંયા તેણે પતિ શોએબની પોલ પણ કેમેરા સામે ખોલી. જેનાથી તેશરમથી લાલ થઈ ગયો અને ચહેરાને બંને હાથથી છુપાવી લીધો. વાત એમ છે કે, શોએબ ઈબ્રાહિમને સ્મોકિંગની આદત છે, જાે કે આ વાત તેના માતા-પિતાને ખબર નથી.

પરંતુ દીપિકા કક્કરે વ્લોગમાં આ વાત કહી દેતા હવે તેમને જાણ થઈ ગઈ છે અને તેથી તે તેની મજાક ઉડાવતી દેખાઈ. એક્ટ્રેસે કહ્યું કે, તેમની સામે સ્મોક ન કરે તે વાતનું શોએબ ખાસ ધ્યાન રાખે છે. શોએબે પણ કહ્યું કે, તે સિગરેટની આદતને ઓછી કરી રહ્યો છે અને ખૂબ જલ્દી છોડી દેશે. તો દીપિકાએ તેની વખાણ કરતાં કહ્યું કે, તેની હેલ્થને જાેતા તે ક્યારેય તેની સામે પણ સ્મોકિંગ કરતો નથી.

તેઓ કોઈ પણ અચિવમેન્ટ કે બર્થ ડે સેલિબ્રેશન માટે લોનવલા જ જાય છે અને આખો બંગલો બૂક કરે છે.

જાે કે, આ વખતે તેઓ બે જ ગયા હોવાથી રિસોર્ટમાં એક રૂમ બૂક કરાવ્યો હતો. અહીંયા તેમણે ગરમાગર ચાની સાથે આલૂ પરાઠાનો સ્વાદ માણ્યો હતો. દીપિકા કક્કર પ્રેગ્નેન્સની જાહેરાત કરી ત્યારથી ચર્ચામાં છે.

કેટલાકે તેને નૌટંકી તો કેટલાકે તેના બેબી બમ્પને ફેક ગણાવ્યો હતો. જે બાદ તે ભડકી હતી અને યૂટ્યૂબ પર વ્લોગ શેર કરીને તમામને આકરો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, એક પ્રેગ્નેન્ટ મહિલા પર આવી કોમેન્ટ કરનારને શરમ આવવી જાેઈએ. ‘હું તો છું જ નૌટંકી અને તે પર સર્ટિફાઈડ. અને તમે જે ટિપ્પણીઓ કરી રહ્યા છો તે બધું ઠીક છે?’ તેમ તેણે કહ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.