૯૦ કલાક કામ કરવાની વાત પર ભડકી દીપિકા પાદુકોણ
લાર્સન એન્ડ ટુબ્રોના અધ્યક્ષ દ્વારા કોમેન્ટ કરાઈ હતી-દીપિકા પાદુકોણે કહ્યું કે કર્મચારીઓના વર્ક લાઈફ બેલેન્સ અને મેન્ટલ હેલ્થને પણ મહત્વ આપવું જોઈએ
મુંબઈ, દીપિકા પાદુકોણ હાલ લાઈમલાઈટથી દુર રહે છે. દીકરીને જન્મ આપ્યા પછી દીપિકા પાદુકોણ દુઆ સાથે જ સમય પસાર કરતી જોવા મળે છે. જોકે સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણ એક્ટિવ છે અને તે પોતાના ફેન્સ સાથે જરૂરી માહિતી શેર કરતી હોય છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણે ૈહજંટ્ઠખ્તટ્ઠિદ્બ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. આ સ્ટોરી પોસ્ટ કરીને તેણે નારાજગી વ્યક્ત કરી હતી.
આ પોસ્ટમાં તેણે લાર્સન એન્ડ ટુબ્રોના અધ્યક્ષ એસ એન સુબ્રમણ્યમ દ્વારા કર્મચારીઓની વર્કલાઈફ અને સંબંધોને લઈને જે કોમેન્ટ કરવામાં આવી છે તેના પર રોષ વ્યક્ત કરેલો છે. એલ એન્ડ ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમે કર્મચારીઓ સાથે એક મીટીંગ દરમ્યાન સૂચન કર્યું હતું કે કર્મચારીઓએ સફળ થવું હોય તો સપ્તાહમાં સાતે દિવસ કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
આ અંગે દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને પોતાની અસહમતી વ્યક્ત કરી છે. તેણે આ વાતને ચોંકાવનારી કહી છે. તેણે કહ્યું છે કે કર્મચારીઓના વર્ક લાઈફ બેલેન્સ અને મેન્ટલ હેલ્થને પણ મહત્વ આપવું જોઈએ. દીપિકા પાદુકોણે લખ્યું છે કે જો આટલી ઉંચી પોસ્ટ પર બેઠેલા લોકો આવું ચોંકાવનારું નિવેદન આપે છે તો તે દુઃખદ અને ખરાબ છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણનું આ રિએક્શન ત્યારે આવ્યું જ્યારે બહુરાષ્ટ્રીય કંપની એટલે કે એલ એન્ડ ટીના ચેરપર્સને રવિવારે પણ કામ કરવાની વાત કહી. કર્મચારીઓ સાથે વાતચીત કરતી વખતે ઙ્મશ્ં ના પ્રમુખે કહ્યું કે, “મને એ વાતનું દુઃખ છે કે રવિવારે તમારી પાસે કામ નથી કરાવી શકતો. જો હું કરાવી શકતો હોત તો રવિવારે પણ તમારી પાસે કામ કરાવવામાં ખુશી થાત.
તમે રવિવારે ઘરે બેસીને શું કરો છો? તમે પોતાની પત્નીને કેટલીક વખત જોઈ શકો છો? ” આ વાતને લઈને ભારે વિવાદ શરૂ થયો છે જેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે.