દેશની પહેલી એરપોર્ટ મહિલા ફાયર ફાયટર બની દિશા નાયક
૨૩ વર્ષની દિશા નાયક કહે છે, આપણે સતત જે દિશામાં વિચારીએ એમાં આગળ વધવાના સંજોગો આપોઆપ ઘડાતા જતાં હોય છે
આશા વ્યક્તિને સિદ્ધિ તરફ દોરી જાય છે. જે વ્યક્તિમાં આશાવાદ અને આત્મવિશ્વાસ હોય છે, તેના માટે કોઈ પણ કામ મુશ્કેલ હોતું નથી. આપણે ઈતિહાસના પાના ખોલીને જોઈશું તો રાણી લક્ષ્મીબાઈથી માંડી ગાંધીજી જેવી અનેક હસ્તીઓ થઈ ગઈ જેણે દેશ અને દુનિયામાં નવો ચિલો ચીતર્યાે. એમાં આધુનિક મહિલાઓની વાત કરીએ તો એ પણ કંઈ કમ નથી. કલ્પના ચાવલાથી માંડી પી.ટી. ઉષા જેવી મહિલાઓ છે, જેણે જેન્ડર નોમ્સને તોડી નાંખીને અન્ય મહિલાઓ માટે માર્ગને મોકળા કર્યા છે. એમાં દિશા નાયકનો સમાવેશ પણ કરી શકાય.
મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટની એરોડ્રામ રેસ્ક્યુ અને અÂગ્નશમન યુનિટમાં ફાયર ફાયટર દિશા નાયક ભારતની પહેલી સર્ટિફાઈડ મહિલા ફાયર ફાઈટર બની છે. આ ક્ષેત્રમાં આજ સુધી ક્યારેય કોઈ મહિલાએ પગ પેસારો કર્યાે નથી. દેશ માટે આ ગર્વની વાત છે. ગોવાના પરનેમમાં કાસાવર્નમની રહેવાસી દિશા અથાક પરિશ્રમ અને દ્રઢ સંકલ્પને કારણએ પોતાની મંઝિલ સુધી પહોંચી શકી છે.
દિશા નાયરે નવેમ્બર, ૨૦૨૧માં એમઆઈએમાં એરપોર્ટ રેસ્ક્યૂ અને ફાયર ફાઈટિંગ ડિપાર્ટમેન્ટમાં એક પદ માટે અરજી કરીને અભૂતપૂર્વ યાત્રાની શરૂઆત કરી હ તી.તનતોડ મહેનત અને સમર્પણને કારણે તે દરેક પ્રકારના માપદંડને પૂર્ણ કરવામાં સક્ષમ રહી હતી. પરિણામે અધિકારીક રીતે એમાં સામેલ થઈ ગઈ. પહેલી જુલાઈ, ૨૦૨૨માં દિશા રાજ્યની પહેલી પ્રમાણિત મહિલા ફાયર ફાઈટરના રૂપમાં સામેલ થઈ ગઈ હતી.
દિશાની દિશા પડકારજનક તો હતી જ સાથે પરિવર્તન લાવનારી પણ હતી. થોડા મહિના પછી. એમઆઈએમાં ખાસ કરીને વિમાન બચાવ અને અÂગ્નશમન માટે ડિઝાઈન કરવામાં આવેલા ક્રેશ ફાયર ટેન્ડરને સંચાલિત કરવો પડ્યો.દિશાએ પોતાના રસને અધિકારી સમક્ષ વ્યક્ત પણ કર્યાે. જીવનમાં કોઈપણ વ્યક્તિને કંઈપણ મેળવવાની ઈચ્છા હોય તો તેને પૂર્ણ કરવા દિવસ રાત એક કરવા પડે એ સ્વાભાવિક છે.
દિશાએ પણ મંઝિલ સુધી પહોંચવા મહેનત કરવાનું નક્કી કરી લીધું.તેણએ નામક્કલ, તમિલનાડુમાં છ મહિના આકરી ટ‰નિંગ લીધી. પરિણામે દિશા સીએફટી ઓપરેટરની પડકારજનક ભૂમિકા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ પછી દિશા ક્રેશ ફાયર ટેન્ડર સંચાલિત કરનારી ભારતની પહેલી મહિલા ફાયર ફાઈટર બની ગઈ. પોતાનો આ વિશેષ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિશા વિશેષજ્ઞોના એક વિશે, બોર્ડ દ્વારા મૂલ્યાંકનનો સામનો કરવો પડ્યો. જેમણે દિશાની ડ્રાઈવિંગ અને ઓપરેશનલ Âસ્કલનું મૂલ્યાંકન કર્યું. બેસ્ટ પ્રદર્શનના પરિણામસ્વરૂપ દિશા નાયક દેશની પહેલી મહિલા ફાયર ફાઈટર બની શકા.
દિશાએ જે ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે એમાં મહિલા અને પુરુષ વચ્ચેનું અંતર ઘણું મોટું છે. એ અંતરને કાપીને દિશાએ જે મુકામ હાંસલ કર્યાે છે. તે કાબિલે તારીફ છે. ગોવા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના સીઈઓ, આર.વી. શેષનનું કહેવું છે કે, દિશા નાયકે જે એચીવમેન્ટ મેળવ્યું છે તે, દાદ આપવાને લાયક છે. ક્રેશ ફાયર ટેન્ડર સંચાલિત કરવાનું કામ આ પહેલાં કોઈ મહિલાએ કર્યું નથી. આ ઉપલÂબ્ધ મેળવીને દિશાએ લિંગ માપદંડને તોડી નાંખ્યા છે.
૨૩ વર્ષની દિશા નાયક કહે છે, હું સમજણી થઈ ત્યારથી મને કોઈ એવાક્ષેત્રમાં ઝંપલાવવાની ઈચ્છા હતી જેમાં કંઈક યુનિક કામ કરવાનું હોય. આપણે સતત જે દિશામાં વિચારીએ એમાં આગળ વધવાના સંજોગો આપોઆપ ઘડાતાજતાં હોય છે. મારામાં પણ કંઈક આવું જ થયું. હા, પણ મારે જાતને પૂરવાર કરવા મહેનત ખૂબ કરવી પડી. આ ક્ષેત્ર પુરુષપ્રધાન છે.
બચાવ કામગીરી કરવાનું કામ હંમેશા પુરુષો કરતાં હોય છે, એક સ્ત્રી એમાં ઝંપલાવે તો શરૂઆતમાં તકલીફ પડે એ સ્વાભાવિક છે. પરંતુ મને એનો આનંદ છે. દરેક યુવતિએ જીવનમાં કોઈને કોઈ ગોલ નક્કી કરવો જોઈએ અને તેને એચીવ કરવા મહેનત કરવી જોઈએ. તો મંઝિલ અચૂક મળશે. પુરુષોના દબદબો ધરાવતા ક્ષેત્રમાં દિશા નાયકે પ્રવેશ કર્યાે એની પાછળ અન્ય મહિલાઓ પણ ભવિષ્યમાં જોડાશે એમાં કોઈ બેમત નથી.