દિશા-રાહુલ પહેલી વેડિંગ એનિવર્સરી પર લંડનની ગલીઓમાં ફર્યા

મુંબઈ, ટીવી એક્ટ્રેસ દિશા પરમાર અને રાહુલ વૈદ્યના લગ્નને એક વર્ષ થવા આવ્યું છે. ૧૬મી જુલાઈના રોજ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલમાંથી એક દિશા અને રાહુલની પહેલી વેડિંગ એનિવર્સરી છે, જેના સેલિબ્રેશન માટે તેઓ લંડન પહોંચ્યા છે. એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની સાથે-સાથે તેઓ ત્યાંના સ્થળો ક્સપ્લોર કરી રહ્યા છે.
તેઓ તેમના ફેન્સ સાથે સોશિયલ મીડિયા હેન્ડલ પર લંડનની નયનરમ્ય તસવીરો પણ શેર કરી રહ્યા છે. દિશાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જે પોસ્ટ શેર કરી છે, તેમાં તેની પતિની કેટલીક રોમેન્ટિક તસવીરોની સાથે તેણે ત્યાં એન્જાેય કરેલા ફૂડ અને ત્યાંની બિલ્ડિંગ અને દરિયાની પણ તસવીરો છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં દિશા પરમાર ટોપ, ડેનિમ અને ત્યાંના વાતાવરણને ધ્યાનમાં રાખીને ઓવરકોટમાં જાેવા મળી રહી છે. તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને વ્હાઈટ શૂઝ પહેર્યા છે. રાહુલ વૈદ્યને વાદળી શર્ટ અને ડેનિમમાં જાેઈ શકાય છે. તેણે પણ પત્ની સાથે ટિ્વનિંગ કરતાં વ્હાઈટ શૂઝ પહેર્યા છે.
આ પોસ્ટમાં બંનેની એક સનકિસ્ડ સેલ્ફી પણ છે. આ સાથે તેણે ત્યાં ખાધેલા પિઝ્ઝાની તસવીર શેર કરી છે. બંનેની તસવીરોને ફેન્સ વખાણી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેમને ‘ક્યૂટ’ કહી રહ્યા છે. દિશા પરમાર અને રાહુલ વૈદ્યએ લંડનમાં યૉટની મજા પણ લીધી હતી.
એક્ટ્રેસે એક રીલ શેર કરી છે, જેમાં તેને યૉટમાં જાેઈ શકાય છે. તેણે યલ્લો ટીશર્ટ, જેકેટ અને સ્ટ્રાઈપ્ડ ટ્રાઉઝર પહેર્યું છે. વેકેશન પર જતાં પહેલા ઈન્ટરવ્યૂમાં રાહુલ વૈદ્યએ જણાવ્યું હતું કે, ‘અમે લંડન જઈ રહ્યા છીએ. અમે ૧૦ દિવસ અહીં મુંબઈમાં નહીં હોઈએ.
૧૬મી જુલાઈએ અમારી પહેલી વેડિંગ એનિવર્સરી છે. દિશા પરમારે એકતા કપૂરના શો ‘બડે અચ્છે લગતે હૈ ૨’માંથી ૧૦ દિવસની રજા લીધી છે, જેમાં તે નકુલ મહેતાની ઓપોઝિટમાં લીડ રોલમાં છે. ‘એકતાએ ખુશી-ખુશી તેને રજા આપી હતી. દિશાએ શોમાં ઘણું સારું કામ કર્યું છે’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
એક્ટ્રેસ રજા પર ગઈ તે પહેલા મેકર્સે કેટલાક એક્સ્ટ્રા એપિસોડ શૂટ કરી લીધા હતા. દિશા અને રાહુલે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. રિયાલિટી શો ‘બિગ બોસ ૧૪’ દરમિયાન પ્રપોઝ કર્યું તે પહેલા કપલ માત્ર સારા ફ્રેન્ડ્સ હતા. ત્યારબાદ તે તેનું પ્રપોઝલ સ્વીકારવા માટે શોમાં આવી હતી અને સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો.SS1MS