દાણીલીમડામાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું શિલ્પ મુકવા ખાતમુહર્ત કરાયું

અમદાવાદ, તા. ૯-૩-૨૦૨૪ ને શનિવારે દાણીલીમડા વોર્ડના ભુલાભાઈ પોલીસ ચોકી સામેના સર્કલમાં ” ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ” ના શિલ્પ મુકવા માટેનું ખાતમુહર્ત પુર્વ મ્યુનિ કાંઉન્સિલર સલીમભાઈ સાબુવાલા, યશવંતભાઈ મકવાણા (ઉપ. પ્રમુખ દાણીલીમડા વોર્ડ) સલમાનભાઈ શેખ (ડેપ્યુટી સીટી એન્જિનિયર, દાણીલીમડા), સમિરાબેન શેખ (મ્યુનિ વિભાગ દાણીલીમડા), નકુલભાઈ (મ્યુનિ કૉન્ટ્રાકટર) ની ઉપસ્થિતિમાં પરીક્ષિતલાલ નગરનાં સામાજિક આગેવાનો તથાં આંબેડકર એક્ટિવિસ્ટ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત જનસમુદાય વચ્ચે સ્થાનિક રહીશો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત સામાજિક શૈક્ષણિક તથા આંબેડકરી મૂવમેન્ટ ના યુવાઆગેવાનો વિનોદ સોલંકી, પ્રકાશ પરમાર, મુકેશ સોલંકી, મુકેશ જાદવ, કૈલાશ ખાણીયા, ઉમેશ ચૌહાણ, રાહુલ સોલંકી, સંદીપ ચૌહાણ, કિશોર મારૂ, હરીશ સોલંકી, અજય મકવાણા, યોગેશ પરમાર, ભાવસીંગભાઈ, મનોજ કોચરા, વિજય રાઠોડ, હરીશભાઈ પરમાર સહિત સમગ્ર વિસ્તાર ડૉ.બાબાસાહેબ આંબેડકર અમર રહો ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.