Western Times News

Gujarati News

Olympic માં મેડલ જીતવાનુ સપનું અધુરૂ રહી ગયું: Sania mirza

નવીદિલ્હી,સાનિયા મિર્ઝા, એક એવું નામ જેમને ટેનિસની દુનિયામાં એક સમયે ખળભળાટ મચાવી દીધો હતો. લગભગ ૨૦ વર્ષ સુધી પેશેવર ટેનિસ રમ્યા બાદ સાનિયાએ સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે. ભારતની આ દિગ્ગજ ખેલાડીએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે તાજેતરની સીઝન મારી કરિયરની છેલ્લી સીઝન હશે. સાનિયાએ પોતાના જાેયેલા એ સપનાની વાત પણ કરી જે અધૂરું રહી ગયું.

Dream of winning a medal in Olympic remained unfulfilled: Sania mirza

સાનિયાએ વાતચીતમાં જણાવ્યું છે કે, દરેક ચીજનો સમય પુરો થાય છે અને આપણે હંમેશાં તેનો સ્વીકાર કરવો પડે છે. પરંતુ આપણે એ જાેવું જરૂરી છે કે બીજી પણ ઘણી ચીજાે છે, જેના પર ધ્યાન આપવાનું છે. મારી જિંદગીમાં મારો પરિવાર છે, મારો પુત્ર છે. હું તેમના સાથે વધારે સમય પસાર કરવા માંગું છું. હું હવે થોડી નોર્મલ રહેવા માંગું છું. પુત્રને સ્કૂલમાંથી પિકઅપ-ડ્રોપ જેવી ચીજાે. ઈમાનદારીથી જણાવું તો મને ઘણી શારીરિક ઈજાઓ છે, જેની સાથે હું રમી રહી છું.

તેમણે આગળ કહ્યું, ‘હું ૨૦ વર્ષથી પ્રોફેશનલ ટેનિસ રમી રહી છું. હું લગભગ ૩૦ વર્ષથી આ રમતમાં મારું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરી રહી છું. તેથી ઘણો સમય વીતી ગયો. નિવૃત્તિનો ર્નિણય એક રાતમાં લેવામાં આવ્યો નથી. કોઈ દિવસ તમે જાગો અને કહો કે બહુ થઈ ગયું… એવું થતું નથી. તેની સંપૂર્ણ પ્રક્રિયા છે. હું હંમેશા મારી પોતાની શરતો પર નિવૃત્તિ લેવા માંગુ છું. જ્યારે હું સારું રમું છું ત્યારે એવું નથી કે મને રમતમાંથી બહાર કરી દેવામાં આવે.

પોતાના કરિયરમાં ૬ ગ્રાન્ડ સ્લેમ જીતનાર સાનિયા મિર્ઝાએ કહ્યું, ‘હા અમે ગત વખતે મેડલની ખૂબ જ નજીક આવ્યા હતા, પરંતુ હા તમે વિચારો છો તેમ બધું થતું નથી. મેં મારા જીવનમાં ઘણા સપના પૂરા કર્યા છે, પરંતુ એક સપનું જે મને લાગે છે તે એક મોટું સપનું છે જે અધૂરું રહી ગયું છે, તે છે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું. હા પણ આ નસીબ છે. ક્યારેક નસીબ સાથે ચાલવું પડે છે.

સાનિયા મિર્ઝા તેની ટેનિસ એકેડમી દ્વારા ઘણા બાળકોને તૈયાર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘આવનારી પેઢી માટે તૈયારીઓ કરવી જાેઈએ. હું નથી ઇચ્છતી કે ભારતીય ટેનિસ ત્યાં પહોંચી જાય, જ્યાંથી શરૂઆત કરી હતી. તેને વધુ આગળ વધવું જાેઈએ. એ દુઃખદ છે કે ગ્રાન્ડ સ્લેમમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવાવાળું કોઈ નથી. એટલા માટે હું નથી ઈચ્છતી કે આવી સ્થિતિ આવે. HM1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.