Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

‘તું હોર્ન કેમ મારે છે’ કહી બે શખ્સે પથ્થર મારી બસનો કાચ તોડી નાખ્યો

અમદાવાદ, તું હોર્ન કેમ મારે છે કહી બે શખ્સે બસનો કાચ પથ્થર મારી તોડી નાખતાં મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે બે શખસ બસ આગળ ઉભા થઈ જતા ડ્રાઈવર તેમને ઠપકો આપતાં મામલો ગરમાયો હતો. એસટી બસના ડ્રાઈવર ભુપેન્દ્ર કલાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભુપેન્દ્ર છેલ્લા એક વર્ષથી ધોળકા બસ ડેપોમાં ડ્રાઈવર તરીકે સેવા આપે છે.

ગઈકાલે ભુપેન્દ્ર અને કંડકટર તેજેન્દ્ર ચૌધરી લીમડીથી અમદાવાદ રૂટ પરની બસ લઈને જતા હતા. રાતના સમયે એસ.ટી. ગીતા મંદિરના ગેટ પાસેથી બસ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સ બસ આગળ ઉભા થઈ ગયા હતા ભુપેન્દ્રે હોર્ન મારીને બંને શખ્સને બાજુમાં જતા રહેવાનું કહીને ઠપકો આપ્યો હતો આથી બંને શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. બંને શખ્સે કહ્યું તું હોર્ન કેમ મારે છે આમ કહીને બસનો આગળનો કાચ પથ્થર વડે તોડી નાખ્યો હતો તે પછી તેઓ નાસી ગયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers