યુવાનોને રાત્રે મોડેથી જમવું, મોડા સૂવું અને મોડા ઉઠવું વહેલાં દવાખાને લઈ જાય છે
માણસ યુવાનીમાં સૌથી વધુ બેદરકાર તેનાં સ્વાસ્થ્ય પ્રત્યે જ હોય છે- એક વખત તમે મૃત્યુને ભગવાન પર છોડી શકો પણ જીવન કેમ જીવવું એ તો તમારા હાથમાં રાખો
યુવાની એક એવી અવસ્થા છે જેની વ્યાખ્યા કરવી ખૂબ કઠીન છે તેનું કારણ એ છે કે દરેક વ્યક્તિ યુવાનીને અલગ અલગ રીતે મુલવે છે. મોજ-મસ્તી, સપનાઓ, કારકિર્દી, મિત્રો, પ્રેમ, સાહસ, શોખ વગેરે અનેક શબ્દો યુવાનીના પર્યાયવાચી છે. યુવાનીના સમયને જીવનનો ગોલ્ડન ટાઈમ એટલા માટે જ કહેવાય છે કે યુવાન પાસે શક્તિ છે અને તે કોઈપણ પરિસ્થિતિમાં આનંદ મેળવી શકે છે.
આ શક્તિની જ દેન છે કે યુવાનોને બેફિકર રહી શકે છે. બેફિક હોય ત્યાં સુધી તો વાંધો નહી બેદરકારક થાય એ ન પોષાય, યુવાનો સૌથી વધુ બેદરકાર કઈ બાબતે હોય છે એ જાણો છો ? તમે કહેશો અભ્યાસ પણ ના, માણસ યુવાનીમાં સૌથી વધુ બેદરકાર તેના સ્વાસ્થ્ય પ્રત્યે જ હોય છે.
ગરબા રમીને ઘરે જતી વખતે એક ગ્રુપને યુવાનોને હાર્ટ એટેક આવવાના વધતા બનાવોની ચિંતા થઈ. બીજા દિવસે સૌ મિત્રો હર્ષના ઘરે પહોંચ્યા. તેના પપ્પા કાર્ડિયોલોજીસ્ટ હતા માટે એક પછી એક પ્રશ્રો તેમને પૂછતા ગયા. પરમે પૂછયું કે, અંકલ આ કોરોના પછીની કોઈ અસર છે ? સાહેબે તુરંત કહ્યું કે, ના એવું હું નથી માનતો, કારણ કે કોરોના વિશ્વભરમાં ફેલાયેલો હતો અને આ ઘટનાઓ બધે નથી બનતી.
કોમલે પૂછયું કે, સ્કૂલમાં ભણતાં બાળકોને પણ એટેક આવે એ તો હદ કહેવાય. આ સમસ્યાનું કોઈ સમાધાન કેમ નથી મળતું તેના જવાબમાં ડોકટર સાહેબે કહ્યું કે, આ કોઈ રોગ નથી માટે તેનું કારણ નથી મળતું. બાળકો અને યુવાનોના શરીર મોટાભાગે રોગમુક્ત જ હોય છે માટે આપણે એ અંગે વિશેષ કાળજી નથી લેતા. આ માટે સ્વાસ્થ્ય અંગેની ઓછી જાગૃતતા કારણભૂત છે. બીજું કારણ છે લોકોના મનમાં ટ્રીટમેન્ટ અંગે ઉભી થયેલી શંકા કે મેડિકલ પેનિક, દર્દી અને ડોકટર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો બનવા અને બની રહેવા જરૂરી છે.
કોમલને જવાબથી સંતોષતો હતો પણ સડન ડેથના સમાચારો જાેઈ પ્રશ્ર પૂછયો કે આવું અચાનક કેમ થઈ જાય છે ? સાહેબે ધીરજપૂર્વક કહ્યું કે, તમને જે વસ્તુ અચાનક થઈ એમ લાગે છે એ વાસ્તવમાં અચાનક નથી થતી. જીવનની રોજિંદી પ્રવૃતિમાં અનિયમિતતા તમારા શરીર અને આયુષ્ય બન્ને માટે જાેખમી છ. છેલ્લા કેટલાય સમયની તમારી દિનચર્યા અને ખાનપાન પણ અસર કરે છે પૈસા આપીને તમે જંકફૂડ કે પેક ફૂડ નહીં બીમારી ખરીદો છો તેમાં વાપરવામાં આવતા કેમિકલની અસર આપણા સ્વાસ્થ્ય માટે લાંબાગાળે ઘાતક બને છે.
હાર્ટની વેઈન્સ રાતોરાત જાડી નથી થઈ જતી. વર્ષો સુધી ખાધેલો મેંદો, અનલિમિટેડ ચીઝ અને કોલ્ડ્રડ્રિન્કસ ધીમે ધીમે વેઈન્સને સાંકળી કરતા રહે છે. રાત્રે મોડેથી જમવું. મોડા સૂવું અને મોડા ઉઠવું આપણને વહેલા દવાખાને લઈ જાય છે. તમે ફિઝિકલ એક્ટિવિટી સાવ ઓછી કરો કે અચાનક જિમમાં જઈ વર્કાઉટ કરવા માંડો વધુ હિંડન ડીસિઝ નોતરે છે. યુવાનીના તોરમાં તમે સ્વાસ્થ્યને ક્યારેય ધ્યાને લેતા જ નથી અને પછી અલ્સર, સુગર, હાઈપર ટેન્શન કે કાર્ડિયાક એરેસ્ટના આંકડા વાંચી ચિંતા કરવાથી શું લાભ ?
દરેક માણસનું આયુષ્ય ઈશ્વરના હાથમાં છે એવું કહીને આપણે આપણી જવાબદારીમાંથી છટકી જવાનું નથી એક વખત તમે મૃત્યુને ભગવાન પર છોડી શકો પણ જીવન કેમ જીવવું એ તો તમારા હાથમાં રાખો, નોકરી હોય, રીલેશનશીપ હોય કે જીવન, આપણી આસપાસની દરેક અનિશ્ચિતતા માટે ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર છીએ.
સિગરેટની ટેવ પડે પછી એ જ સિગરેટમાં જ ડ્રગ્સ લેવાની અને સાથે ડ્રિન્કિંગ કરવાની આદત યુવાનોમાં વધી છે. ડ્રગ્સ કે દારૂ પકડાયાના સમાચારો જાેઈને ચિંતા વ્યકત કરતા માતા પિતાએ સંતાનો તેનો શિકારતો નથી બન્યાને, એ જાેવાની તસ્દી પણ લેવી પડશે, ભુલ પછી અપાતી સલાહ એ મૃત્યુ પછી અપાતી દવાની જેમ વ્યર્થ બની રહે છે મિત્રો, જીવનમાં વિવિધ પરકારના સુખો છે તેમાનું પેહલું સુખ આપણું સ્વાસ્થ્ય છે. તમાીર આદતો સુધારો, જીવન આપોઆપ સુધરી જશે.