Western Times News

Gujarati News

લાંચ કેસમાં ગૌતમ અદાણી, સાગરને નોટિસ આપવા પ્રયાસો જારીઃ એસઈસી

વોશિંગ્ટન, અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)એ ન્યૂયોર્કમાં ફેડરલ જજને જણાવ્યું છે કે કથિત લાંચ કેસમાં ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે ફરિયાદની નોટિસ આપવાના પ્રયાસો ચાલુ છે.

આ માટે ભારતીય સત્તાવાળાઓ પાસેથી પણ મદદની વિનંતી કરાઈ છે.એસઈસીએ મંગળવારે તેની ફરિયાદ અંગે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સાગર અદાણીને નોટિસ ફટકારવાના પ્રયાસો અંગે ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્કની કોર્ટમાં મંગળવારે જજ નિકોલસ ગેરૌફિસ સમક્ષ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યાે હતો.

એસઈસી એ જણાવ્યું હતું કે ગૌતમ અદાણી અને સાગર અદાણી બંને ભારતમાં રહે છે અને તેઓને ત્યાં નોટિસ આપવા માટે એસઈસીના પ્રયાસો ચાલુ છે. આ માટે હેગ સર્વિસ કન્વેન્શન હેઠળ ભારતીય સત્તાવાળાની મદદની વિનંતી કરાઈ છે.

ગયા વર્ષના ૨૦ નવેમ્બરની એસઈસી ની ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણીએ અદાણી ગ્રીના સપ્ટેમ્બર ૨૦૨૧ના બોન્ડ ઇશ્યૂના સંદર્ભમાં જાણીજોઇને ખોટી અને ગેરમાર્ગે દોરતી રજૂઆતો કરીને ફેડરલ સિક્યોરિટી કાયદાની એન્ટ્રીળોડ જોગવાઇનો ભંગ કર્યાે છે.

નિયમનકારી સંસ્થાએ જણાવ્યું હતું કે પ્રતિવાદીઓ વિદેશમાં રહે છે તેથી ફેડરલ રૂલ્સ ઓફ સિવિલ પ્રોસિજરના નિયમ ૪(એફ) સમન્સ અને ફરિયાદની નોટિસ આપવી પડે છે. નોટિસ આપવાની કોઇ સમયમર્યાદા નિર્ધારિત નથી. તેથી એસઇસી આંતરાષ્ટ્રીય માધ્યમો મારફત નોટિસ આપી શકે છે. ભારતમાં રહેતા પ્રતિવાદીઓને નોટિસ આપવાનું એક માત્ર માન્ય માધ્યમ હેગ સર્વિસ કન્વેન્શન છે.

ફરિયાદ દાખલ થઈ ત્યારથી એસઈસીનો સ્ટાફ એફઆરસીપી ૪ (એફ) હેઠળ પ્રતિવાદીઓને નોટિસ આપવા માટે કામગીરી કરી રહ્યો છે. એસઈસી સ્ટાફે પ્રતિવાદીઓ અથવા તેમના વકીલનો સંપર્ક કર્યાે છે.વધુમાં હેગ સર્વિસ કન્વેન્શનની કલમ ૫(એ) હેઠળ એસઈસી એ ભારતના કાયદા અને ન્યાય મંત્રાલય પાસેથી મદદની વિનંતી કરી છે.

ગયા વર્ષે નવેમ્બરમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ ગૌતમ અદાણી, સાગર અદાણી અને સિરિલ કેબનેસ સામે જંગી લાંચના આરોપ મૂક્યા હતા.

અદાણી પર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા ભારતીય અધિકારીઓને ૨૫૦ મિલિયન ડોલરની લાંચ આપવાનો આરોપ મૂકેલો છે. અદાણી જૂથે આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધેલા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.