Western Times News

Gujarati News

TMKOC : મેકર્સે હિંટ આપી હોવા છતાં પોપટલાલની પત્નીની એન્ટ્રી નથી થઈ

મુંબઈ, આસિત મોદીની સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આશરે ૧૪ વર્ષથી ટીવી પર પ્રસારિત થઈ રહી છે, અત્યારસુધીમાં તેના કલાકારોમાં ઘણા ફેરફાર જાેવા મળ્યા છે. કેટલાક એક્ટર્સ શો છોડીને જઈ રહ્યા છે તો મેકર્સ પણ દર્શકોને નિરાશ ન કરતાં બને એટલા વહેલા રિપ્લેસમેન્ટ પણ કરી રહ્યા છે. Even though the makers gave a hint poptalal’s wife did not enter

હાલમાં જ નવા ‘ટપ્પુ’ તરીકે નિતિષ ભાલુનીની એન્ટ્રી થઈ છે. જાે કે, બે પાત્રો એવા છે જેના વિશે ચર્ચા તો ઘણી થઈ રહી છે પરંતુ હજી સુધી તેમના ચહેરા જાેવા મળ્યા નથી અને તે છે, દયાબેનના માતા અને ‘પોપટલાલ’ની પત્ની. માત્ર પોપટલાલ તેમજ ગોકુલધામવાસીઓ જ નહીં પરંતુ ફેન્સ પણ તેમના લગ્નની રાહ જાેઈને થાક્યા છે.

તેવામાં એક યૂઝરે તેમના લગ્ન ‘રિટા રિપોર્ટર’ સાથે થાય તો શું થશે તેવી શક્યતા વ્યક્ત કરતાં, આ ભૂમિકા ભજવી રહેલી એક્ટ્રેસ પ્રિયા આહુજાએ પ્રતિક્રિયા આપી હતી. વાત એમ છે કે, પ્રિયા આહુજા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને ઘણીવાર ફેન્સ માટે ઊ શ્ છ સેશન યોજતી રહે છે.

હાલમાં આવા સેશન દરમિયાન એક ફેને પૂછ્યું હતું કે ‘જાે TMKOCમાં તમારા લગ્ન પોપટલાલની સાથે થયા તો તમારું રિએક્શન કેવું હશે?’ તેના રિપ્લાયમાં એક્ટ્રેસે લખ્યું હતું ‘કેન્સલ… કેન્સલ… કેન્સલ’. આ સિવાય એક ફેને તેઓ બીજીવાર ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે કે નહીં તે અંગે પૂછ્યું હતું.

તેણે લખ્યું હતું ‘અરદાસ માટે નાના ભાઈ-બહેનનું કોઈ પ્લાનિંગ છે? શું તમે તેને ગિફ્ટ આપશો?’. તેના રિપ્લાયમાં લખ્યું હતું ‘આ કયા સંબંધી છે જે ફેક અકાઉન્ટથી સવાલ કરી રહ્યો છે. તપાસ કરવી પડશે. સપ્ટેમ્બર ૨૦૨૨માં નવા ‘તારક મહેતા’ તરીકે સચિન શ્રોફની એન્ટ્રી થઈ તે વખતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેકર્સે પોપટલાલની પત્નીની ખૂબ જલ્દી એન્ટ્રી થશે તેવી હિંટ આપી હતી.

તેમણે કહ્યું હતું કે, તેમને પણ પોપટલાલ પર દયા આવે છે. હવે, તેમના પણ લગ્ન થઈ જવા જાેઈએ. તેમણે ઘણી મહેનત કરી. હવે તેઓ પણ ઈચ્છે છે કે પોપટલાલ પરણી જાય.

આ અંગે તેમણે સર્વે પણ કરાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, સર્વેમાં રિઝલ્ટ ૫૦-૫૦ ટકા આવે છે, કેટલાક કહે છે કે, પોપટલાલ એમ જ સારા છે એમના લગ્ન ન કરાવો. સીરિયલમાં અત્યારસુધીમાં ઘણીવાર પોપટલાલના લગ્ન થતાં-થતાં અટકી ગયા હોય તેેવું દેખાડવામાં આવ્યું છે. જાે કે, રિયલ લાઈફમાં આ પાત્ર ભજવનારા શ્યામ પાઠક પરિણીત છે અને તેમની પત્ની એક્ટ્રેસની જેમ ગ્લેમરસ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.