Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Aliaએ શેર કરેલી નાની બેબીની તસવીરથી યુઝર્સ કન્ફ્યૂઝ થઇ ગયા

મુંબઈ, કપૂર અને ભટ્ટ પરિવાર માટે વર્ષ ૨૦૨૨ ખુશીઓથી ભરેલું હતું. પહેલા Alia Bhatt અને Ranbir Kapoorના લગ્ન અને પછી ઘરમાં ગૂંજેલી કિલકારીઓ બંને પરિવાર માટે ઘણી ખુશીઓ લઈને આવી. જાેકે આલિયા અને રણબીરે હજુ સુધી પોતાની દીકરી રાહા કપૂરનો ચહેરો ફેન્સને બતાવ્યો નથી. Alia’s shared baby picture left users confused

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

આલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, તેણે એક નાની બેબીની એક તસવીર શેર કરી, જેના પછી સોશિયલ મીડિયા યુઝર્સ કન્ફ્યૂઝ થઇ ગયા અને આલિયાને સવાલ પૂછવા લાગ્યા. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરો નાના બાળકોની છે. આમાં એક નાની બાળકીની તસવીર છે, જેને જાેઈને ફેન્સ એક્સાઇટેડ થઈ ગયા છે અને પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નથી અને પૂછવા લાગ્યા કે, આ બેબી રહા હૈ? તસવીરમાં એક નાની બાળકી પિંક કલરના ડ્રેસમાં બેઠેલી જાેવા મળે છે, જેને જાેઈને ફેન્સને લાગે છે કે તે કપૂર પરિવારની પ્રિન્સેસ છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

આલિયાના ઈન્સ્ટા પર બેબી ગર્લની તસવીરો જાેઈને ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા છે. ફેન્સ આલિયાને કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે શું તે તેમની દીકરી છે. એક ફેને પૂછ્યું, ‘આ તમારી દીકરી રાહા છે?’ બીજાએ લખ્યું, ‘એક મિનિટ માટે મને લાગ્યું કે તે રાહા હૈ.

તસવીરો શેર કરતાં તેણે કેપ્શન આપ્યું, ‘ નાના પ્લેનેટિયર્સ માટે પ્રેઝન્ટ છે નેચર ઇન્સપાયર્ડ ક્લોથ્સ! અમારા એડ-એ-મમ્મા બેબીવેર સૌથી મુલાયમ કાપડમાંથી બનાવવામાં આવે છે, તે સંપૂર્ણપણે પ્લાસ્ટિક ફ્રી અને તમારા નાનકડા બાળકો માટે સલામત છે. કેપ્શન પરથી સ્પષ્ટ થાય છે કે આ બેબી રાહા નથી. તેથી કપૂર પરિવારની નાનકડી પરીને જાેવા માટે તમારે હજુ થોડો સમય રાહ જાેવી પડશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers