Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Shrenu ‘ઘર એક મંદિર’ના કો-એક્ટર Akshay Mhatreને કરી રહી છે ડેટ

મુંબઈ, સીરિયલ મૈત્રીના લખનઉમાં પ્રમોશન દરમિયાન શ્રેણુ પરીખે તેના રિલેશનશિપ સ્ટેટસ વિશે ખુલાસો કર્યો હતો અને તે હવે સિંગલ નહીં પરંતુ કમિટેડ છે તેમ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘હું હવે સિંગલ નથી. હું અક્ષય મહાત્રે સાથે કમિટેડ છું. અમે અમારા સંબંધોને ઓફિશિયલ કરવામાં સમય લીધો હતો કારણ કે અમે પહેલા એકબીજા વિશે ખાતરી કરવા માગતા હતા. Shrenu is dating ‘Ghar Ek Mandir’ co-actor Akshay

પબ્લિક ફિગર તરીકે, અમે નહોતા ઈચ્છતા કે અમે કહીએ તે પહેલા જ કોઈ જઈને અમારા માતા-પિતાને કહી દે, અથવા તેઓ ન્યૂઝપેપરમાં આ વિશે વિશે વાચે અને પૂછે કે શું તમે બને એકબીજા માટે ગંભીર છો? તેથી અમે આ વાત છુપાવીને રાખી હતી. અમે પહેલાથી જ દિવસથી સ્પષ્ટ હતા કે જાે અમારો પરિવાર આ માટે ન માન્યો તો રિલેશનશિપને આગળ વધારીશું નહીં.

અક્ષય અને મારા માટે પરિવાર વધારે મહત્વનો છે. શ્રેણુ અને અક્ષયની મુલાકાત ઓગસ્ટ ૨૦૨૧માં સીરિયલ ‘ઘર એક મંદિર કૃપા અગ્રેસન મહારાજ કી’ના સેટ પર થઈ હતી અને તેઓ તરત જ પ્રેમમાં પડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shrenu Parikh (@shrenuparikhofficial)

૧૧મી જાન્યુઆરીએ અક્ષય મહાત્રેનો બર્થ ડે હતો, આ દિવસે શ્રેણુ પરીખે તેને વિશ કરતાં બંનેની કેટલીક સુંદર તસવીરોનો વીડિયો શેર કર્યો હતો. આ સાથે લખ્યું હતું ‘હેપ્પી હેપ્પી બર્થ ડે ટુ ધ એપ્પલ ઓફ માય આઈ!! તને બધુ શ્રેષ્છ મળે… તારી પાસે હું પહેલાથી જ છું (બીજું તો શું જાેઈએ)… આવનારું વર્ષ તારા માટે સારું સ્વાસ્થ્ય તેમજ ઘણી ગેમ હારવા માટેની ધીરજ લઈને આવે! આગામી વર્ષ સારુ સુંદર અને સફળતાભર્યું રહે!. શ્રેણુ હાલ શો મૈત્રીમાં વ્યસ્ત છે, જેનો સેટ પ્રયાગરાજમાં લગાવવામાં આવ્યો છે.

શોમાં મૈત્રી અને તેની બહેન નંદિની ડ્રામેટિક જર્ની દેખાડવામાં આવી રહી છે. શ્રેણુ મૈત્રીનું પાત્ર ભજવી રહી છે. તે એકદમ સિમ્પલ અને મૂળ સાથે જાેડાયેલી છોકરી છે, સાદગીમાં જ તેની સુંદરતા છે. તેનામાં બાળક જેવી નિર્દોષતા છે અને પોઝિટિવ એનર્જીથી ભરપૂર છે, જે તેની આસપાસના લોકોને પણ ખુશ રાખે છે.

સ્વભાવથી મલ્ટી-ટાસ્કર તેવી મૈત્રી પ્રયાગરાજમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે અને કામ તેમજ સંબંધો વચ્ચે બેલેન્સ જાળવી રાખે છે. જ્યારે નંદિનીની વાત આવે ત્યારે તે તેને બધાથી ઉપર રાખે છે. મૂળ ગુજરાતની શ્રેણુ પરીખ અત્યારસુધીમાં એક ભ્રમ સર્વગુણ સંપન્ન, ઈસ પ્યાર કો ક્યા નામ દૂં, ઈશ્કબાઝ તેમજ બ્યાહ હમારી બહૂ કા જેવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers