Western Times News

Gujarati News

ઘણા ખરાબ તબક્કામાંથી પસાર થયો: Shalin Bhanot

મુંબઈ, Shalin Bhanot ભલે Bigg boss 16ની ટ્રોફી ન જીતી શક્યો પરંતુ તે આ સીઝનનો સૌથી વધારે ચર્ચામાં રહેનારો ખેલાડી હતો. તેના કો-કન્ટેસ્ટન્ટ્‌સ, ખાસ કરીને મહિલાઓ સાથે સંબંધો ઘરમાં અને બહાર વધારે હાઈલાઈટમાં રહ્યા હતા. તેને ‘ફેક’નું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. Reality showમાં તે એક્ટિંગ કરી રહ્યો હોવાનો પણ આરોપ લાગ્યો હતો.

તેના પર પ્રતિક્રિયા આપતાં તેણે કહ્યું હતું કે ‘એક્ટર તરીકે હું ગર્વ અનુભવુ છું. મને જાેકર કહો, પરંતુ દર્શકોને મનોરંજન પૂરું પાડવા માટે હું ગમે તે કરીશ. આખરે મને એક્ટર કહેવામાં આવી રહ્યો છે.Went through many bad phases: Shalin Bhanot

આનાથી વધારે હું શું માગી શકું? એક દશકાથી હું એક્ટિંગ કરી રહ્યો છું અને તે મારી રીતભાતમાં દેખાય તે સ્વાભાવિક છે. જ્યારથી મેં ઘર બહાર પગ મૂક્યો છે ત્યારથી લોકો મને કહી રહ્યા છે કે, હું રિયલ હતો અને દિલથી રમ્યો હતો. મેં ઘણી એવી હરકતો કરી હતી, જે હાસ્યાસ્પદ લાગતી હતી, પરંતુ જે લોકો મને ઓળખે છે તેમને ખબર છે કે હું આવો જ છું.

 

View this post on Instagram

 

A post shared by Shalin Bhanot (@shalinbhanot)

હું નૌટંકી પણ કરું છું, ક્રોસ-ડ્રેસિંગ પણ કરું છું અને ક્યારેક અચાનક ડાન્સ પણ કરી લઉ છું. કદાચ ઘરમાં રહેલા લોકો મારા વિશેની આ વાત જાણતા નહોતા. ઘણા લોકો મારાથી નિરાશ થતાં હતા અને મારી પજવણી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ભાવનાત્મક રીતે હું મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો. જાે થોડું ખરાબ હતું’, તેમ શાલિન ભનોતે ઉમેર્યું હતું.

શાલિન ભનોતની સુમ્બુલ તૌકીર ખાન અને ટીના દત્તા સાથેની મિત્રતાએ સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હતું. દર્શકોએ પણ જાેયું હતું કે, શાલિન અને ટીના મિત્રો બન્યા હતા અને થોડા સમયમાં તેઓ પ્રેમમાં પડ્યા હતા.

જાે કે, તેમની વચ્ચેના આ સંબંધો વધારે ટક્યા નહીં અને ઘરમાં જ બ્રેકઅપ થયું હતું. શું તને લાગ્યું હતું કે રોમેન્ટિક એન્ગલ તેને શોમાં આગળ વધવામાં મદદ કરશે? તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે ‘હું એવું કામ કરતો નથી. જાે શોમાં રહેવા માટે એટલો જ ઉત્સુક હોત તો ફિનાલેના અઠવાડિયા છોડવા માગતો હોવાનું ન કહ્યું હતું.

શો સુંદર છે પરંતુ અંદર રહેલા લોકો સ્થિતિને ગંદી કરે છે. મારો કોઈ ગેમ પ્લાન નહોતો અને મેં કોઈના વિશે અપમાનજનક કંઈપણ કહ્યું નહોતું. મને સુમ્બુલ સાથેની મારી મિત્રતા પર ગર્વ છે, તે સારી છોકરી છે.

ટીના અને હું પણ મિત્રો હતા. તે મારું ધ્યાન રાખતી હતી. અમે એકબીજાને સમજવાનો પ્રયાસ કર્યો હતો અને જે કંઈ થયું તે ઓર્ગેનિક હતું. અમારી વચ્ચે જે હતું તે રિયલ હતું અને તેને ટેગ આપવા માગતો નહોતો.

જાે કે, મને સમજાયું હતું કે ઘરમાં કરેલી મિત્રતા મારા પર અવળી સાબિત થઈ રહી હતી. તેથી, એક સમય બાદ હું બધા સાથે સારી રીતે રહેવા માગતો હતો અને મિત્ર બનવા નહોતો ઈચ્છતો’. શાલિનની પોતાની જાત પર હસવાની ક્ષમતા, દરેક ટાસ્કમાં તેનું સમર્પણ તેમજ સામેલ થવું દર્શકોને પસંદ આવ્યું હતું.

એક તબક્કો એવો પણ હતો જ્યારે તેને કેટલીક માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને સારવાર આપવામાં આવી હતી. આ વિશે તેણે કહ્યું હતું કે ‘આ જર્ની મને મારા આત્માની નજીક લાવી છું. હું મજબૂત વ્યક્તિ બન્યો છું, ભાવનાત્મક રીતે ઉથલપાથલ ભરેલી જર્નીમાંથી પસાર થયા બાદ’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.