ફેકટરીમાં આગથી ઓગળેલું લોખંડ ઉડતા ૬ મજૂરો દાઝયાં, એકનું મોત

પ્રતિકાત્મક
ગાંધીનગર, કલોલ તાલુકાની છત્રાલ જીઆઈડીસીમાં આવેલી એક ફેકટરીમાં લોખંડની ભઠ્ઠીમાં પાઈપ ફાટતા સર્જાયેલા અકસ્માતમાં ઓગળેલું લોખંડ ઉડતા ૬ મજૂરો દાઝી ગયા હતા તે એક મજૂરનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
છત્રાલ ગામે આવેલી એક સ્ટીલ કંપનીમાં લોખંડ ઓગાળવાની ભઠ્ઠી ઉપર પીન્ટુ મહાવીર યાદવ, કૃષ્ણકુમાર સિયારામ યાદવ, આરામ સુમેર શ્રીરામ બાલક પાંચાલ, મનજીત કુમાર શત્રુધ્ન યાદવ, પ્રવેશ કુમાર અને રાજકુમાર લુહાર સહિતના મજૂરો કામ કીર રહ્યા હતા. ત્યારે ભઠ્ઠીમાં ઓગાળવા માટે મુકવામાં આવેલો પાઈપ એકાએક ફાટતા ભઠ્ઠીમાંથી ઓગળતુ લોખંડ ઉડયું હતું.
જેના કારણે નજીકમાં ઉભેલા મજુરો દાઝી ગયા હતા. તે તમામને પ્રથમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ત્યાંથી અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.