ઇતિહાસમાં નોંધાઇ છે ૩૦ ફેબ્રુઆરી, તો કેમ દૂર થઇ ડેટ
નવી દિલ્હી, ફેબ્રુઆરીમાં ૨૮ દિવસ હોય છે, પરંતુ દર ૪ વર્ષે એક વધારાનો દિવસ હોય છે, પરિણામે ૨૯ દિવસ થાય છે. આવું શા માટે થાય છે તેનું કારણ તમારે જાણવું જ જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે ૩૦ ફેબ્રુઆરીની પણ એક તારીખ હોય છે.
ઇતિહાસમાં આવા બે પ્રસંગો નોંધાયેલા છે, જ્યારે ૩૦મી ફેબ્રુઆરીની તારીખનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા સ્વીડનની વાત કરીએ.
૧૭૦૦ ના દાયકામાં ફિનલેન્ડ પણ સ્વીડનનો એક ભાગ હતો. પછી સ્વીડને નિર્ણય લીધો કે તેઓ જુલિયન કેલેન્ડરમાંથી ગ્રેગોરીયન કેલેન્ડરમાં શિફ્ટ થશે. જુલિયન કેલેન્ડરમાં ૧૭૦૦નું વર્ષ લીપ વર્ષ હોવું જોઈએ, પરંતુ સ્વીડનમાં લીપ વર્ષ ઉજવવામાં આવ્યું ન હતું.
પરંતુ એક ભૂલ થઈ અને વર્ષ ૧૭૦૪ અને ૧૭૦૮ને લીપ વર્ષ તરીકે ગણવામાં આવ્યા. આ કારણે દેશ જુલિયન અને ગ્રેગોરિયન બંને કેલેન્ડરમાં પાછળ રહી ગયો. પછી આ દેશે વિચાર્યું કે તે જુલિયન કેલેન્ડર પર પાછું ફરશે. સ્વીડનમાં તારીખ ૩૦ ફેબ્રુઆરી ૧૭૧૨ નક્કી કરવામાં આવી હતી કારણ કે તે વર્ષમાં જુલિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું હતું અને ૨ લીપ દિવસ ઉમેરવામાં આવ્યા હતા.
૧૭૫૩માં સ્વીડન ફરીથી ગ્રેગોરિયન કેલેન્ડર તરફ આગળ વધ્યું, પરંતુ આશ્ચર્યજનક બાબત એ હતી કે તે વર્ષે ૧૧ દિવસનું કરેક્શન માનવીને ૧૭ ફેબ્રુઆરી પછી સીધો ૧ માર્ચનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. આ રીતે લોકોને લાગ્યું કે તેમના જીવનના ૧૧ દિવસ તેમની પાસેથી ચોરાઈ ગયા છે.
ઇતિહાસમાં ૩૦ ફેબ્રુઆરીનો બીજો પ્રસંગ સોવિયેત ક્રાંતિકારી કેલેન્ડર અનુસાર જોવામાં આવે છે. સોવિયેત સંઘે ૧૯૨૯માં ક્રાંતિકારી કેલેન્ડર લાગુ કર્યું, જે ૧૯૩૦-૩૧ માટે હતું અને તેમાં ૩૦ ફેબ્રુઆરીની તારીખનો સમાવેશ થતો હતો. આ કારણોસર આ પણ ઇતિહાસમાં એક ખૂબ જ પ્રખ્યાત ઘટના છે. આ કેલેન્ડરમાં એક મહિનામાં ૫ દિવસના અઠવાડિયા હતા. દરેક કામકાજના મહિનામાં ૩૦ દિવસ હતા.
બાકીના ૫-૬ દિવસોને મહિના વગરની રજા તરીકે ગણવામાં આવતા હતા. સાત-દિવસના સપ્તાહને ખતમ કરી પાંચ-દિવસના સપ્તાહનો હેતુ બિન-કાર્યકારી દિવસોને કારણે થતા વિક્ષેપોને દૂર કરવાનો અને ઔદ્યોગિક કાર્યક્ષમતામાં સુધારો કરવાનો હતો.
જો કે, આ સમય દરમિયાન સોવિયેત યુનિયનમાં ગ્રેગોરિયન કેલેન્ડર લાગુ કરવાનું ચાલુ કરાયુ હતું. ૧૯૪૦માં ૭ દિવસનું કાર્ય સપ્તાહ ફરી શરૂ થયું. શું તમે આ હકીકત વિશે પહેલાથી જ જાણો છો?SS1MS