Western Times News

Gujarati News

દારૂડિયા પતિથી કંટાળીને માતા પુત્રીએ રચ્યું હત્યાનું ષડયંત્ર

સરદારનગરમાં પતિની હત્યા ખુદ પત્નીએ દીકરી સાથે મળીને કરી

અમદાવાદ, ત્રાસ અને ડર બંને એક સાથે માણસ પર હાવી થઇ જાય ત્યારે તેનું ઝનૂન બહાર આવતું હોય છે. આવી જ એક ઘટના બની છે અમદાવાદના સરદારનગરમાં. પતિની હત્યા ખુદ પત્નીએ દીકરી સાથે મળીને કરી હોવાની ઘટના બની છે. Fed up with the drunken husband, the mother and daughter hatched a murder conspiracy

પતિના ત્રાસથી કંટાળી પત્નીએ પતિને ગળે ટૂંપો આપી હત્યા કરી છે. હત્યા કર્યા બાદ પણ પત્નીને પતિ જીવિત થઇ મારશે તેવો ડર લાગ્યો અને આ મારના ડરથી પત્નીએ દીકરી સાથે મળીને પતિની ઠંડા કલેજે હત્યા કરી એકાદ કલાક સુધી ટૂંપો આપી રાખ્યો હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયેલા હત્યાના ખુલાસાને લઇને સરદાર નગર પોલીસે માતા અને દીકરીની ધરપકડ કરી છે. દારૂડિયા અને

શંકાશીલ પતિથી કંટાળીને માતા પુત્રીએ હત્યાનું ષડ્યંત્ર રચ્યું હોવાનું પોલીસ જણાવી રહી છે.પોલીસ ગિરફતમાં રહેલી હત્યારી પત્ની ગીતાબેન જાદવએ દીકરી ભાવના જાદવ સાથે ભેગા મળી પતિની હત્યા કરી નાખી છે. હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવા પત્નીએ અનેક પ્રયત્નો કર્યા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. મૃતક પતિ કિશોર જાદવ દરરોજ પત્ની અને બે દીકરીઓને ઢોર માર મારતો હતો.

રવિવારના રોજ પણ પતિ કિશોરે પત્નીને માર માર્યો અને દીકરીને વાળ પકડીને માર માર્યો હતો. જેથી ઉશેકરાયેલી માતા-દીકરીએ મૃતક કિશોરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. મૃતક કિશોર જ્યારે સુઈ રહ્યો હતો ત્યારે પત્ની ગીતાબેને દુપટ્ટાથી કિશોરનું ગળું દબાવ્યું, જ્યારે દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકી મોઢું દબાવી રાખ્યું હતું.

જે બાદ હત્યારી ગીતાબેને ભત્રીજા પરાગ જાદવને ફોન કરીને કહ્યું કે, કિશોર ઉઠી રહ્યા નથી. જ્યાં હોસ્પિટલમાં લઈ જતા હાજર ડોક્ટરે કિશોર ભાઈ મૃત જાહેર કર્યા હતા. પરંતુ ભત્રીજાને શંકા જતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા સરદારનગર પોલીસે ગુનો નોંધી માતા-દીકરીની ધરપકડ કરી હોવાનું સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ પી. વી. ગોહિલે જણાવ્યું છે.

પતિની હત્યા કરી નાખતા ૨૦ વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે.કિશોરથી કંટાળીને પત્નીએ હત્યા કરી હોવાની હવે પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી છે. પતિ કિશોર અને પત્ની ગીતાના લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનો છે. જેમાં બે દીકરીઓ સોડા ફેકટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી.

જ્યારે બેકાર કિશોર દારૂ પીને પત્ની અને દિકરી પર શંકા રાખી અત્યારચાર ગુજારતો હતો. કિશોરના મારના ડરથી ગીતા અને તેની દીકરીઓ દહેશતમાં જીવતી હતી. પરંતુ ડરમાંથી બહાર આવવા માટે ડરને મારી નાખવાનું નક્કી કર્યું અને રવિવારના રોજ પતિની હત્યા કરી અકસ્માતનું રૂપ પત્નીએ આપ્યું હોવાનું પોલીસ જણાવી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હત્યા દરમિયાન માતા અને દીકરી પર હત્યાનું ઝનૂન સવાર થઈ ગયું હતું. મોટી દીકરી હત્યા કરતા માતા અને બહેનને જાેઈ ગઈ તો તેને પણ મારવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, પત્ની ગીતાબહેનને ડર એટલો હાવી થઈ ગયો હતો કે સેકન્ડોમાં પતિ કિશોરનું મોત થઈ ગયું હતું.

છતાંય પતિ કિશોરને એક કલાક સુધી દુપટ્ટાથી ટૂંપો આપી બેસી રહી હતી. કારણ કે તેને એક જ ડર હતો કે કિશોર જીવી જશે તો તેને ફરી મારશે, ત્યારે હત્યા કેસને લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.