મારા પિતાના નામ પર નહીં નરેન્દ્ર મોદીના નામ પર ચુંટણી લડો: ઉદ્ધવ ઠાકર
મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છત્રપતિ સંભાજીનગર શહેરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પીએમ મોદી અને ભાજપ પર જાેરદાર નિશાન સાધ્યું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જાે પીએમ મોદીને કંઈક કહેવામાં આવે તો ઓબીસીનું અપમાન થાય છે.
તે જ સમયે, પીએમ કહે છે કે તેમની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેના પર સવાલ ઉઠાવતા ઠાકરેએ કહ્યું કે અમારી છબીનું શું? વિપક્ષના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ધરપકડ કરવામાં આવી રહી છે. ભાજપે વિરોધ પક્ષોના ભ્રષ્ટ લોકોને પોતાની પાર્ટીમાં લીધા.
રામ નવમી દરમિયાન ઔરંગાબાદનું નવું નામ બદલવામાં આવ્યાના થોડા દિવસો બાદ મહા વિકાસ આઘાડીએ શહેરમાં તેની રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીને સંબોધિત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી પીએમ મોદીને ઘેર્યા હતા.
આટલું જ નહીં તેમણે પીએમની ડિગ્રીને લઈને ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઠાકરેએ બીજેપીને પડકાર ફેંકતા કહ્યું કે જાે તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં મારા પિતાના નહીં પણ નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડો. તમને જણાવી દઈએ કે ભાજપ નેતૃત્વ ૨૦૨૪માં લોકસભા ચૂંટણીની સાથે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પણ કરાવી શકે છે.
તમને જણાવી દઈએ કે છત્રપતિ સંભાજીનગર શહેરના કિરાડપુરા વિસ્તારમાં બુધવારે અને ગુરુવારે રામ મંદિર પાસે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. માહિતી મળતાં પહોંચેલી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ૫૦૦ જેટલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ૧૦ પોલીસકર્મીઓ સહિત ૧૨ ઘાયલ થયા હતા.
વધી રહેલા હંગામાને જાેતા પોલીસે ટીયર ગેસના શેલ અને પ્લાસ્ટિક બુલેટનો સહારો લેવો પડ્યો હતો. આ પછી પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવી શકી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોની અટકાયત કરી છે.HS1MS