Western Times News

Gujarati News

૮ જૂને ચારુ-રાજીવની ડિવોર્સની અરજી પર અંતિમ સુનાવણી

મુંબઈ, ચારુ અસોપા અને રાજીવ સેન, જેઓ એક મુશ્કેલીભર્યા સંબંધોમાં હતા અને ઘણા ઉતાર-ચડાવમાંથી પસાર થયા હતા, તેમણે ડિવોર્સ અરજી ઘણા મહિના પહેલા જ ફાઈલ કરી હતી. અલગ રહેતા આ દંપતી વચ્ચે હાલ મૈત્રીપૂર્ણ સંબંધો છે અને દીકરી ઝિયાનાના કો-પેરેન્ટ્‌સ પણ છે. રિપોર્ટ પ્રમાણે, ચારુ અને રાજીવના ડિવોર્સ માટેની અંતિમ સુનાવણી ૮ જૂને છે. સૂત્રોના જણાવ્યું હતું કે, ચારુ અને રાજીવના ડિવોર્સની કાર્યવાહી આ વર્ષની જાન્યુઆરીની શરૂઆતથી ચાલી રહી છે.

કાઉન્સેલિંગમાંથી પસાર થયા બાદ કોર્ટ દ્વારા તેમને છ મહિનાનો કૂલિંગ-ઓફ સમય આપવામાં આવ્યો હતો અને હવે ૮ જૂને અંતિમ સુનાવણી છે. જે બાદ તેમના ડિવોર્સ થશે. લગ્નજીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવ્યા બાદ ચારુ અસોપા અને રાજીવ સેને અલગ થવાનું તેમજ ડિવોર્સ ફાઈલ કરવાનું નક્કી કર્યું હતું. Final hearing on Charu-Rajeev’s divorce petition on June 8

ત્યારથી તેઓએ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે અને દીકરીને હેલ્ધી વાતાવરણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટરવ્યૂમાં રાજીવ સેને દીકરી ઝિયાનાના કો-પેરેન્ટિંગ અને અલગ રહેતી પત્ની ચારુ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘ઝિયાના હંમેશા મારી પ્રાથમિકતા રહેશે. ઘણીવાર તમારે આગળ વિચારવું પડશે. તે ક્યારેય વ્યક્તિગત વિશે નથી હોતું તે બાળક વિશે હોય છે.

મારા પિતા એક પિતા તરીકે તેને ચોક્કસ પ્રકારની સુરક્ષા આપવી અને તેનો ઉછેર સારી રીતે થાય તેની ખાતરી કરવી જરૂર છે. ચારુએ પણ રાજીવ સાથે બદલાયેલા સમીકરણો વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘રાજીવ અને મારા સંબંધો હવે મૈત્રીપૂર્ણ છે. ઝિયાના ઝડપથી મોટી થઈ રહી છે તેથી અમારી વચ્ચે બધું ઠીક રહે તેમ અમે ઈચ્છે છીએ.

તે ધીમે-ધીમે બધું સમજતી થઈ રહી છે. હાલ કંઈ પણ નેગેટિવ થાય તેમ હું નથી ઈચ્છતી’. જણાવી દઈએ કે, ‘મેરે અંગને મેં’ ફેમ આ એક્ટ્રેસ હાલમાં જ દીકરી સાથે નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ છે. ચારુ અસોપા અને રાજીવ સેને ૨૦૧૯માં ગોવામાં પહેલા વ્હાઈટ વેડિંગ અને બાદમાં હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા.

તેઓ જ્યારે રિલેશનશિપમાં હતા ત્યારથી ડખો ચાલતો હતો. પરંતુ લગ્ન બાદ સાથે રહેવાથી બધું ઠીક થઈ જશે તેવું તેમનું માનવું ખોટું સાબિત થયું હતું. હજી તો લગ્નને એક વર્ષ નહોતું થયું ત્યાં રાજીવ ચારુને છોડીને દિલ્હી જતો રહ્યો હતો, તો ચારુ તેમના ઘરમાં એકલી રહેતી હતી. આ ત્યારે થયું હતું જ્યારે મહામારીના કારણે લોકડાઉન લાગું કરાયું હતું.

થોડા સમય બાદ રાજીવ ઘરે આવ્યો હતો અને ચારુ સાથે તેનું પેચઅપ થયું હતું. મે ૨૦૨૧માં એક્ટ્રેસે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને નવેમ્બર ૨૦૨૧માં ઝિયાનાનો જન્મ થયો હતો.

હજી માંડ થોડા મહિના થયા હતા ત્યાં આ કપલ વચ્ચે ફરી બબાલ થઈ હતી અને ચારુ પિયર રહેવા જઈ રહી હતી. તે વખતે જ તેમણે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી હતી. જાે કે, ગત વર્ષે ગણેશ ચતુર્થી પણ તેમણે એકબીજાને બીજી તક આપવાનું નક્કી કર્યું હતું. થોડા દિવસ માંડ ભેગા રહ્યા હતા ત્યાં તેમને એકબીજા સાથે નહીં જ ફાવે તેવો અહેસાસ થયો હતો અને ફરી ડિવોર્સ ફાઈલ કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.