Western Times News

Gujarati News

માધુરી દિક્ષિત અને કરિશ્મા કપૂરનું મિની રિયુનિયન

મુંબઈ, આજથી ૨૬ વર્ષ પહેલા એક ફિલ્મ રિલીઝ થઈ હતી, જેનું નામ હતું દિલ તો પાગલ હૈ. યશ ચોપરા પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન, માધુરી દિક્ષિત અને કરિશ્મા કપૂર લીડ રોલમાં હતા. આ આઈકોનિક ફિલ્મે ઇતિહાસ રચ્યો હતો. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી.

શાહરૂખ, માધુરી અને કરિશ્મા ત્રણેયની જાેરદાર એક્ટિંગે સૌનું દિલ જીતી લીધું હતું. જાે તમે વિચારી રહ્યા છો કે, આજે અચાનક આ ફિલ્મની કેમ વાત કરવામાં આવી રહી છે. તો તેનું કારણ છે એક વીડિયો. આ વીડિયોને કરિશ્મા અને માધુરીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેને જાેયા પછી ફેન્સ ખુશ થઈ ગયા હતા.

તેમ જ ‘દિલ તો પાગલ હૈ ૨ના નામનો ઉલ્લેખ પણ કરી રહ્યા છે. કરિશ્મા કપૂર અને માધુરી દિક્ષિતનો આવો અવતાર ખૂબ જ ઓછો જાેવા મળે છે. બંને ‘બલમ પિચકારી’ ગીત પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. સાથે જ તેનો એક ફોટો શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યું હતું કે, ડાન્સ ઑફ એનવી ફ્રેન્ડશિપ. આ સાથે જ હેશટેગમાં #dtph, #DancePartner અને #Forever.. આ પોસ્ટને જાેયા પછી ફેન્સ જાેરદાર રિએક્શન આપી રહ્યા છે. કોઈ તેમને ઓજી સુપરસ્ટાર કહી રહ્યા છે.

તો કોઈએ ‘દિલ તો પાગલ હૈ ૨’નો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે એક ફેન્સે લખ્યું હતું કે, ફક્ત શાહરૂખની કમી છે બસ. કરિશ્મા અને માધુરી બંનેએ પોતાના જમાનાની સુપરસ્ટાર રહી છે. કરિશ્માએ વર્ષ ૧૯૯૧માં પ્રેમ કેદી ફિલ્મથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

તેણે જિગર, અનાડી, રાજા બાબુ, કુલી નંબર ૧ જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જાેકે, અત્યારે તે ઝી૫ની વેબ સિરીઝ બ્રાઉનની શૂટિંગમાં વ્યસ્ત છે. બીજી તરફ માધુરી દિક્ષિત વર્ષ ૨૦૨૨માં ફિલ્મ મજા મામાં જાેવા મળી હતી. તેની વેબ સિરીઝ ફેમ ગેમ પણ ગયા વર્ષે જ રિલીઝ થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.