ગામની મધ્યે કર્યું પાંચ સિંહે ગાયનું મારણ, પછી મચી ધમાચકડી
અમરેલી, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં ગામડામાં સુધી સિંહ પહોંચી ગયા છે. તેમજ આ વિસ્તારમાં આવતા સિંહનો વીડિયો વારંવાર સામે અવો છે.
ત્યારે વધુ એક સિંહનો વીડિયો સામે આવ્યો. અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખીચા ગામમાં એક સાથે પાંચ સિંહ પહોંચી ગયા હતાં અને ગામની શેરીમાં શિકાર કર્યો હતો. તેમજ એક બીજા સિંહે મારણની ખેચતાણ કરી હતી અને મારણ ઉપર પોતાનો અધિકાર જમાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ૯ દિવસમાં ૭ ગ્રામીણ વિસ્તારની અંદર સિંહના લટર મારતા અને શિકાર કરતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહના લટર મારતા વીડિયો વાયરલ થયા છે.
આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં સિંહનો લટાર મારતો વાયરલ થયો છે. અમરેલી જીલ્લામાં ધારી તાલુકાના ખીચા ગામમાં ૫ સિંહ આવ્યા હતા. સિંહે ગાયનું મારણ કર્યું હતું. સિંહનો વીડિયો સ્થાનિક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.ગ્રામીણ વિસ્તારોમાં અવારનવાર આંટા ફેરા કરતા સિંહ આજે મરણ કર્યું હતું.
સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો. સિંહ એ ભારતની શાન છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સિંહના વીડિયો સામે આવે છે. સિંહના શિકારનાં વીડિયો સામે આવે છે.
અનેક વખત ગામડામાં આવી ચઢેલા સિંહનો વીડિયો સામે આવે છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા અવારનવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે, વન વિસ્તારમાં જતા પ્રવાસીઓ જંગલમાં કચરોના ફેકવો તેમજ વન્ય પ્રાણી પશુ કે પક્ષીને કોઈ પણ પ્રકારનો ખોરાક ન આપવો જોઇએ. તેમજ વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવે છે. વન પ્રાણીઓને રંજાડવા જોઇએ નહી.SS1MS