ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને કરી લાખોની છેતરપિંડી
મહેસાણા, ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને લાખોની છેતરપિંડી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કન્સલ્ટન્સીના ભાગીદારોએ ૬૨ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ૩ એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ૨૫થી ૩૦ જાન્યુઆરી સુધીમાં વીઝાના નામે ઠગાઈ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ઉલ્લેખનીય છે કે, ૬૨ લાખ રૂપિયા મહેસાણા માલ ગોડાઉનમાં એમ.આર.એન્ટરપ્રાઇઝ આંગડીયા પેઢીમાં મુકાવ્યા હતા અને પૈસા મુકાવી પેઢી બંધ કરી કરાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાનું કામ કરી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી વિઝા આપ્યા ન હતા. એજન્ટ સન્ની ઉર્ફે શૈલેષ પટેલ, જયેશ રાજપુત, એજન્ટ યશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના વાવોલ ગામના અને હાલ અડાલજ રહેતા ડીમ્પલબા ધવલસિંહ ગોલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરી પાસપોર્ટ બનાવી આપવાનું અને વિઝા કરી આપવાનું કમિશન પેટે કામ કરે છે. તેમના દ્વારા કબૂતરબાજીમાં રૂપિયા ૬૨ લાખની છેતરપિંડીની મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.
મહેસાણા બી ડિવિઝન પોલીસ મથક દ્વારા ૩ એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ૨૫થી ૩૦ જાન્યુઆરી સુધીમાં તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેવી હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ૬૨ લાખ રૂપિયા મહેસાણા માલ ગોડાઉનમાં એમ.આર.એન્ટરપ્રાઇઝ આંગડીયા પેઢીમાં મુકાવ્યા હતા અને પૈસા મુકાવી પેઢી બંધ કરાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાનું કામ કરી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી વિઝા આપ્યા નહીં.
એજન્ટ સન્ની ઉર્ફે શૈલેષ પટેલ, જયેશ રાજપુત, એજન્ટ યશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા હાલમાં આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ કરવામાં આવી રહી છે.SS1MS