6 પૈસાથી વેચવાની ચાલુ કરેલી કચ્છી દાબેલી આજે 25 રૂપિયે વેચાય છે
ભુજમાં છેલ્લા ૩૨ વર્ષથી હોસ્પિટલ રોડ પર ‘બિલકુલ દાબેલી’ના નામે ધીરુભાઈ ચંદેની લારી આવેલી છે,
કચ્છ, દરેક પ્રદેશની એક પોતાની આગવી ખાસિયત અને વાનગી ઓળખાતી હોય છે. કચ્છમાં અનેક ફાસ્ટ ફૂડ વખણાય છે, જેમાંથી સૌથી વધારે પ્રખ્યાત છે ‘કચ્છી દાબેલી’.
કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ ફાસ્ટ ફૂડને જરૂરથી ટેસ્ટ કરે છે. દેશના કોઈ પણ ખૂણે ફાસ્ટ ફૂડ રસીકોમાં પણ દાબેલી તો વખણાય જ છે. દાબેલીની સૌપ્રથમ શરૂઆત કચ્છના માંડવી તાલુકામાં વર્ષ ૧૯૬૦માં થઈ હતી. માંડવીના ગાભાભાઇની દાબેલી શરૂઆતથી હજી સુધી પણ વખણાય છે.
ત્યારે તેમણે ૬ પૈસામાં દાબેલી વેચવાનું શરૂ કર્યું હતું અને આજે આ તેઓ ૨૦ થી ૨૫ રૂપિયામાં વેચે છે. કચ્છી ફૂડ અને ફરસાણને દેશ-વિદેશી પ્રવાસીઓને ઘેલું લગાડ્યું છે.
માંડવીથી શરૂઆત થઈને અંજાર, ભુજ સહિત ગાંધીધામ દરેક જગ્યાએ દાબેલી મળે છે અને ખાસ સ્વાદ રસિકો એક વખત જો કચ્છી વ્યંજનને ચાખે તો તેનો ટેસ્ટ જરૂરથી દાઢે વળગી જાય. સામાન્ય રીતે કચ્છનું નામ પડે એટલે કચ્છી દાબેલી અને ડબલ રોટી અચૂકથી યાદ આવી જ જાય.
આ દાબેલીનું જન્મ બંદરીય નગર માંડવીમાં થયું હતું. કચ્છીઓનો જગવિખ્યાત બનેલા આ ફાસ્ટ ફૂડની લારીઓમાં દરરોજ સાંજે લોકોની ભીડ જોવા મળે છે.
શરૂઆતમાં લંબચોરસ એ વાત ચોક્કસ આકારના પાઉંમાં બાફેલા બટાકાનું શાક, તેમાં લસણની ચટણી અને આમલીની ખાટી ચટણી ભરીને તેનો આવિષ્કાર થયો હતો અને આજે કચ્છના ગામેગામ અને દરેક શહેરમાં દાબેલીની લારીઓ નજરે પડે છે.
ભુજમાં છેલ્લા ૩૨ વર્ષથી હોસ્પિટલ રોડ પર ‘બિલકુલ દાબેલી’ના નામે ધીરુભાઈ ચંદેની લારી આવેલી છે, જ્યાં લોકોને અસંખ્ય ભીડ ફક્ત રવિવારે નહીં, પરંતુ દરરોજ જોવા મળે છે. કચ્છની ફેમસ દાબેલી ઘરે પણ બનાવી શકાય છે. આ દાબેલીનો મસાલો બજારમાં સહેલાઈથી મળી જાય છે.
બટાકાને બાફીને તેમાં આ દાબેલીના મસાલાને ઉમેરવામાં આવે છે અને પાઉંને વચ્ચેથી કાપીને તેમાં મસાલો ઉમેરવામાં આવે છે. તથા તેમાં તીખો અને મીઠો રસ સ્વાદ અનુસાર ઉમેરી, થોડા દાણા અને સેવ નાખીને વધુ ટેસ્ટફૂલ બનાવી શકાય છે. દાબેલીમાં અલગ અલગ વસ્તુનું મિશ્રણ કરવામાં આવતું હોવાથી તેનો સ્વાદ ખૂબ જ ચટપટું લાગે છે. બાળકોથી લઈને સૌને ભાવતો નાસ્તો છે અને ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.SS1MS